ગુજરાત

gujarat

ETV Bharat / international

US આર્મીએ ચિનૂક હેલિકોપ્ટર કાફલાને કર્યું ગ્રાઉન્ડ, એન્જિનમાં આગ લાગવાની આશંકા - હેવી ડ્યુટી યુટિલિટી હેલિકોપ્ટર

વોલ સ્ટ્રીટ જર્નલે અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, એન્જિનમાં આગ લાગવાની ચિંતા વચ્ચે US સેના તેના ચિનૂક હેલિકોપ્ટરના સમગ્ર કાફલાને અટકાવી રહી છે. રિપોર્ટ અનુસાર, US આર્મી મટિરિયલ કમાન્ડે 70 થી વધુ હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યા પછી કાફલાને સેવામાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. US Army grounds, Chinook helicopter fleet, Heavy-duty utility helicopter

US આર્મીએ ચિનૂક હેલિકોપ્ટર કાફલાને કર્યું ગ્રાઉન્ડ, એન્જિનમાં આગ લાગવાની આશંકા
US આર્મીએ ચિનૂક હેલિકોપ્ટર કાફલાને કર્યું ગ્રાઉન્ડ, એન્જિનમાં આગ લાગવાની આશંકા

By

Published : Aug 31, 2022, 10:40 AM IST

વોશિંગ્ટન:વોલ સ્ટ્રીટ જર્નલે અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, US સૈન્ય તેના ચિનૂક હેલિકોપ્ટરના સમગ્ર કાફલાને એન્જિનમાં આગની ચિંતા વચ્ચે (US Army grounds Chinook helicopter fleet) અટકાવી રહ્યું છે, રિપોર્ટ અનુસાર, યુએસ આર્મી મટિરિયલ કમાન્ડે 70 થી વધુ હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યા પછી કાફલાને સેવામાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. આ વિમાનોના એન્જિનમાં કોઈ ખામી હોવાની આશંકા છે. અધિકારીએ કહ્યું કે, સેનાના અધિકારીઓને હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગવાની માહિતી મળી હતી. જો કે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચોસોવિયેત સંઘના ભૂતપૂર્વ પ્રમુખ મિખાઈલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે અવસાન

વિમાન સુરક્ષિત અને ઉડવા યોગ્યચિનૂક હેલિકોપ્ટરનું ગ્રાઉન્ડિંગ (Chinook helicopter grounding) US સૈન્ય માટે લોજિસ્ટિકલ પડકારો ઊભા કરી શકે છે, તે આ વાત પર આધાર રાખે છે કે, ઓર્ડર કેટલા સમય સુધી અમલમાં રહેશે. વોલ સ્ટ્રીટ જર્નલે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડિંગ પ્રક્રિયા છેલ્લા 24 કલાકમાં અમલમાં આવી હતી. એક અમેરિકી અધિકારીએ કહ્યું કે, સેનાના કાફલામાં લગભગ 400 હેલિકોપ્ટર છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, અમારા સૈનિકોની સુરક્ષાએ સેનાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે, અમારા વિમાન સુરક્ષિત અને ઉડવા યોગ્ય રહે.

આ પણ વાંચોતાલિબાને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી પીછેહઠની પ્રથમ વર્ષગાંઠ ઉજવી

ચિનૂક એરોસ્પેસ કેમ બની ચિનૂક એક હેવી-ડ્યુટી યુટિલિટી હેલિકોપ્ટર (Heavy-duty utility helicopter) છે, જેનો ઉપયોગ નિયમિત અને વિશેષ સૈન્ય દળો બંને દ્વારા કરવામાં આવે છે, જે ચાર ડઝનથી વધુ સૈનિકો અથવા કાર્ગો લઈ જઈ શકે છે. તે છ દાયકાથી વધુ સમયથી આર્મીના હેલિકોપ્ટર કાફલાનો મુખ્ય ભાગ છે. ચિનૂક એરોસ્પેસ કંપની બોઈંગ દ્વારા બનાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details