જિનેવા:સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે ચીન પર ઉઇગુર અને અન્ય વંશીય લઘુમતીઓને માનવતા વિરુદ્ધના અપરાધ તરીકે સામૂહિક અટકાયતમાં રાખવાનો આરોપ મૂક્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીને અહને શિનજિયાંગ ક્ષેત્રમાં ઉઇગુર અને અન્ય વંશીય લઘુમતીઓની સામૂહિક અટકાયત (crimes against humanity in Xinjiang) કરી છે. જે આંતરરાષ્ટ્રીય અપરાધ હોઈ શકે છે, ખાસ કરીને માનવતા વિરુદ્ધનો ગુનો. જીનીવામાં 31 ઓગસ્ટના રોજ લાંબા સમયથી રાહ જોવાતો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આની થોડી મિનિટો પહેલા જ સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના ઉચ્ચ કમિશનર મિશેલ બેચેલેટ પોતાના પદ પરથી રાજીનામું આપવાના હતા. કારણ કે, આ રિપોર્ટ જાહેર કરવામાં વિલંબને કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ પણ વાંચોનેશનલ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સંપૂર્ણપણે તૈયાર, 4 સપ્ટેમ્બરે યોજાશે વિશેષ કાર્યક્રમ
આંતરરાષ્ટ્રીય ગુનો ગણાય ડિસેમ્બરમાં મિશેલ બેચેલેટના પ્રવક્તાએ અઠવાડિયામાં અહેવાલ પ્રકાશિત કરવાની યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહી. આ વાતને મજબૂત કરી રહી હતી કે, સંયુક્ત રાષ્ટ્ર ચીન સાથે કોઈપણ પ્રકારની દુશ્મની રાખવા માંગતું નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કાયદા અને નીતિ અનુસાર ઉઇગુર અને અન્ય વંશીય લઘુમતીઓની મનસ્વી અને ભેદભાવપૂર્ણ ધરપકડને વ્યક્તિગત અને સામૂહિક રીતે માણવામાં આવતા મૂળભૂત અધિકારો (Fundamental rights) પર પ્રતિબંધ તરીકે જોઈ શકાય છે. જે આંતરરાષ્ટ્રીય ગુનો છે.