કિવ : રશિયન સૈનિકોએ યુક્રેનના (Russia Ukraine War 53rd day)લિસિચાન્સ્ક શહેરમાં એક ઓઇલ રિફાઇનરી પર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી હતી. લુહાન્સ્ક પ્રાદેશિક ગવર્નર સેરીહીએ જણાવ્યું હતું કે, તે પ્રથમ વખત નથી જ્યારે કોઈ ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવ્યું (Russian army intensifies air strikes in Ukraine) હતું અને રશિયન સૈનિકો પર સ્થાનિક કટોકટી સેવાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, હુમલા સમયે રિફાઈનરીમાં કોઈ ઈંધણ નહોતું અને તેલ અંશોમાં આગ ફાટી નીકળી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે શનિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રશિયન દળોએ આઠ પ્રદેશો - પૂર્વમાં ડોનેત્સ્ક, લુહાન્સ્ક અને ખાર્કિવ, મધ્ય યુક્રેનમાં ડીનિપ્રોપેટ્રોવસ્ક, પોલ્ટાવા અને કિરોવોહરાદ અને દક્ષિણમાં માયકોલિવ અને ખેરસનમાં ગોળીબાર કર્યો છે.
આ પણ વાંચો :યુક્રેનમાં 900થી વધુ મૃતદેહો મળ્યા, રશિયાએ કહ્યું; હુમલો ચાલુ રહેશે
9ના મોત અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત : રિપોર્ટ અનુસાર ખાર્કિવમાં શુક્રવારે થયેલા હુમલામાં નવ નાગરિકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે તેની બાજુના અન્ય વિસ્તારમાં બે લોકોના મોત થયા હતા. દક્ષિણમાં શુક્રવાર અને શનિવારે માયકોલિવ પર ભયાનક હુમલાઓ થયા હતા. રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા અને 15 ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાદેશિક વિધાનસભાના વડા હેન્ના જામાઝીવાએ શનિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલામાં 39 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, જામાઝીવાએ કહ્યું કે, રશિયન સૈનિકોએ રહેણાંક વિસ્તારોને પણ નિશાન (local emergency service In ukraine) બનાવ્યા હતા.