કીવઃ યુક્રેનના ખેરસૉન વિસ્તારમાં રવિવારે રશિયાના હુમલામાં નવજાત બાળક સહિત સાત લોકોના મોત થયા છે. ખેરસૉન પ્રદેશના લશ્કરી વહીવટના વડા એલેક્ઝાન્ડર પ્રોકુડિને જણાવ્યું હતું કે ખેરસૉન હુમલામાં 23 દિવસની છોકરીના માતા-પિતા અને તેના 12 વર્ષના ભાઈનું મૃત્યુ થયું હતું. ટેલિગ્રામ પર એક પોસ્ટમાં એલેક્ઝાન્ડર પ્રોકુડિને કહ્યું નાની સોફિયા માત્ર 23 દિવસની હતી, તેનો ભાઈ આર્ટેમ 12 વર્ષનો હતો. તેઓ તેમના માતા અને પિતા સાથે રશિયન હુમલામાં માર્યા ગયા હતા.
204 લોકોનું સ્થળાંતર:"છેલ્લા 24 કલાકમાં કુપિયનસ્ક જિલ્લામાંથી 36 બાળકો અને ચાર અપંગ લોકો સહિત એકસો અગિયાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે," ખાર્કિવ પ્રદેશના લશ્કરી વહીવટના વડા ઓલેહ સિનિહુબોવે જણાવ્યું હતું. સ્થાનિક સત્તાવાળાઓએ 9 ઓગસ્ટના રોજ સ્થળાંતરનો આદેશ જારી કર્યો હતો. એ જ રીતે, સિનિહુબોવે જણાવ્યું હતું કે ત્યારથી 71 બાળકો સહિત 204 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
111 લોકોને બહાર કઢાયા: એલેક્ઝાન્ડર પ્રોકુડિને કહ્યું કે સ્ટેનિસ્લાવ ગામમાં થયેલા હુમલામાં એક ખ્રિસ્તી પાદરી સહિત બે લોકો માર્યા ગયા. પ્રોકુડિને કહ્યું, 'ચર્ચના પાદરી, માયકોલા તાચીશવિલી અને તેના સાથી દુશ્મનના હુમલામાં માર્યા ગયા. દરમિયાન, ખાર્કિવ પ્રદેશના લશ્કરી વહીવટના વડા ઓલેહ સિનિહુબોવને ટાંકીને સીએનએનએ અહેવાલ આપ્યો છે કે, છેલ્લા 24 કલાકમાં ખાર્કિવના કુપિયનસ્ક જિલ્લામાંથી 36 બાળકો સહિત 111 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
સ્થળાંતરોને મદદ:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળાંતર કરાયેલા તમામ લોકોને જરૂરી મદદ મળી રહી છે. મફત આવાસ, માનવતાવાદી સહાય, તબીબી સહાય, પ્રમાણપત્રો મેળવવામાં સહાય, સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ખાર્કીવ પ્રદેશમાં, ખાસ કરીને કુપિયનસ્ક નજીક, રશિયન સેનાએ બીજી વખત શહેરને કબજે કરવાના તેના પ્રયત્નોને વેગ આપ્યો હોવાથી, છેલ્લા અઠવાડિયે રશિયન તોપમારો તીવ્ર બન્યો છે. યુક્રેનિયન સત્તાવાળાઓ અનુસાર 600થી વધુ બાળકો સહિત 12,000 લોકોએ શહેર છોડવાની જરૂર છે.
(ANI)
- International News : ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી
- ઇક્વાડોરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા