વોશિંગટનઃમાઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર બુધવારે રાત્રે ડાઉન થઈ ગઈ હતી. યુઝર્સને પોસ્ટ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોઈ યુઝર્સ પોતાની ટ્વિટ પોસ્ટ કરી શક્યા ન હતા. ઘણા યુઝર્સને એક પોપઅપ મળ્યું જેમાં લખ્યું હતું, 'તમે ટ્વીટ મોકલવાની દૈનિક મર્યાદા વટાવી દીધી છે. સતત 90 મિનિટ સુધી સર્વર તરફથી કોઈ પ્રકારનો રીસપોન્સ ન મળતા ભારે હાલાકી ઊભી થઈ હતી. ખાસ કરીને મોબાઈલ ફોનમાંથી કોઈ પ્રકારની ટ્વિટ પોસ્ટ ન થતા યુઝર્સને પરેશાની થઈ હતી. ટ્વીટ નોટ સેન્ટ જેવા મેસેજ વાંચવા મળ્યા હતા.
આ પણ વાંચોઃTwitter gold badges: ટ્વિટર બિઝનેસમેન પાસેથી ગોલ્ડ બેજ માટે 1000 ડોલર ચાર્જ કરશે
માફી માંગીઃટ્વીટરે આ કેસમાં યુઝર્સની માફી માંગી લીધી છે. કેટલાક યુઝર્સને તો લોગઈન કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જોકે, સાઈટ ડાઉન થઈ જતા કેટલાક યુઝર્સે કેલેન્ડર ઓપ્શન અપનાવ્યો હતો. જેમાં જે તે ટ્વીટને સરળતાથી શેડ્યુલ કરી શકાય છે. એટલે જ્યારે સર્વિસ શરૂ થાય એ સમયે પહેલા એ પોસ્ટ પબ્લિશ થાય છે. ખાસ વાત એ છે કે, ટ્વિટર ક્યારેય પોતાની ડેઈલી અપડેટ લિમિટ અંગે મેસેજ કરતી નથી. આ હંગામી ધોરણે કોઈ એરર આવી હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ અંગે ટ્વીટર સપોર્ટ પેજ પર એવી ટ્વીટ પણ મૂકવામાં આવી હતી કે, ટ્વિટર થોડા સમય માટે કામ કરી રહ્યું નથી.