ગુજરાત

gujarat

ETV Bharat / international

ટેક્સાસની શાળાના ગોળીબારમાં સીધા જો બિડેને થયા ઈન્વોલ્વ, કહ્યું કે.. - स्कूल में फायरिंग

ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગમાં 19 બાળકો સહિત 21 લોકોના મોત (Texas school massacre ) થયા છે. જો કે, હુમલાખોર પણ માર્યો ગયો છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે 'હું થાકી ગયો છું, આપણે પગલાં લેવા પડશે'.

ટેક્સાસની શાળાના ગોળીબારમાં સીધા જો બિડેને થયા ઈન્વોલ્વ, કહ્યું કે..
ટેક્સાસની શાળાના ગોળીબારમાં સીધા જો બિડેને થયા ઈન્વોલ્વ, કહ્યું કે..

By

Published : May 25, 2022, 6:08 PM IST

વોશિંગ્ટનઃઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના (Texas school massacre ) બાદ કહ્યું કે, દેશમાં હથિયારોના વેચાણ પર નવા નિયંત્રણો લાદવા માટે પગલાં ભરવા પડશે. એશિયાના પાંચ દિવસના પ્રવાસેથી પરત ફર્યાના થોડા સમય બાદ જ બિડેને વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, "બંદૂકોનું (વેચાણ) સમર્થન કરનારાઓ સામે આપણે આખરે ક્યારે ઊભા થઈશું?" ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગમાં 19 બાળકો સહિત 21 લોકોના મોત થયા છે. હુમલાખોર પણ માર્યો ગયો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે 'હું થાકી ગયો છું, આપણે પગલાં લેવા પડશે'.

આ પણ વાંચો:Live Update: યાસીન મલિકને મળશે ફાંસી કે આજીવન કેદ, પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી

પહેલા દાદીને ગોળી મારી હતીઃ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે હત્યારાની ઓળખ સાલ્વાડોર રામોસ તરીકે કરી છે. સાલ્વાડોર રામોસ એ જ વિસ્તારનો રહેવાસી હતો જ્યાં શાળા આવેલી છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. એબોટે અગાઉ કહ્યું હતું કે તેણે ભયાનક રીતે ગોળીબાર (Firing in Texas School ) કર્યો હતો જેમાં 14 બાળકો અને એક શિક્ષક માર્યા ગયા હતા. બાદમાં તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. મૃતકોમાં 19 બાળકોનો સમાવેશ (Texas 19 children 2 adults shot dead) થાય છે. સાલ્વાડોર રામોસ તરીકે ઓળખાયેલ બંદૂકધારી, તેની દાદીને ગોળી મારનાર પ્રથમ હતો, જે હજુ પણ જીવિત છે પરંતુ ગંભીર સ્થિતિમાં છે.

આ પણ વાંચો:સાવજને સળી કરવી ભારે પડી: સિંહે ઝૂકીપરની આંગળી જ ફાડી નાખી, જૂઓ વીડિયો..

ABOUT THE AUTHOR

...view details