વોશિંગ્ટનઃ સીરિયાના હોમ્સ પ્રાંતમાં ગુરુવારે આયોજીત એક પદવીદાન સમારંભ દરમિયાન એક સૈન્ય કોલેજ પર ડ્રોન હુમલો થયાની ખબર સામે આવી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 80 લોકોના મૃત્યું થયાં હતાં. જ્યારે 240થી વધુ લોકો ઘાયલ થયા હતા. સીરિયાના આરોગ્યમંત્રી હસન અલ-ગબાશે આ અંગેની જાણકારી આપી. તેમણે કહ્યું કે આ હુમલો તાજેતરના વર્ષોમાં સીરિયાની સેના પર થયેલા સૌથી મોટા ઘાતક હુમલાઓમાંનો એક હતો. આપને જણાવી દઈએ કે, દેશમાં સતત 13 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે.
સીરિયા બોમ્બ હુમલો: સીરિયાના આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર આ હુમલામાં મૃત્યું પામેલા લોકોમાં છ બાળકો સહિત નાગરિકો અને સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ આંકડો હજુ વધી શકે છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. આ પહેલાં સીરિયાની સેનાએ કહ્યું હતું કે, વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન્સે યુવા અધિકારીઓ અને એક સમારોહમાં એકત્રિત થયેલાં તેમના પરિવારોને નિશાન બનાવ્યાં હતાં. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય શક્તિઓ દ્વારા સમર્થિત બળવાખોરો પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અમેરિકી સૈન્યનો દાવો: તો બીજી તરફ અમેરિકાએ ગુરુવારે દાવો કર્યો હતો કે, સીરિયામાં તુર્કીના એક સશસ્ત્ર ડ્રોનને તોડી પાડ્યું છે. આ એક પહેલી એવી ઘટના છે જ્યારે અમેરિકાએ પોતાના નાટો સહયોગીઓનું એક વિમાનને તોડી પાડ્યું હોય. જોકે, તુર્કીના રક્ષા મંત્રાલયના એક અધિકારીઓએ કહ્યું તે, જે ડ્રોનને અમેરિકાએ તોડી પાડ્યું છે તે તુર્કીનું ડ્રોન ન હતું.
આતંકવાદી ઠેકાણા પર હુમલો: પેન્ટાગોને શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ એક સશસ્ત્ર તુર્કી ડ્રોનને તોડી પાડ્યું હતું, જે પૂર્વોત્ર સીરિયામાં અમેરિકી સૈનિકોના 500 મીટરના વિસ્તારમાં આવ્યું હતું. તુર્કીના એક સુરક્ષા સૂત્રએ ગુરૂવારે કહ્યું હતું કે, તુર્કીની રાષ્ટ્રીય ગુપ્તર એજેન્સીઓ ગત અઠવાડીએ અંકારામાં બોમ્બ હુમલા બાદ સીરિયામાં કુર્દ આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતાં.
પેન્ટાગોનનું વલણ:વાયુ સેનાના બ્રિગેડિયર અને પેન્ટાગોનના પ્રેસ સચિવ જનરલ પેટ્રિક રાઈડરે આ ઘટનાને અફસોસજનક ગણાવી હતી, અને કહ્યું હતું કે, અમેરિકી સૈનિકોને સુરક્ષા માટે બંકરોમાં જવા માટે મજબૂર થવું પડ્યું તેનું કારણ તુર્કીએ નજીકના ઠેકાણાઓ પર કરેલી બોમ્બ વર્ષા હતી. રાઈડરે એ પણ કહ્યું કે, રક્ષા સચિવ લોયડ ઑસ્ટિને પોતાના તુર્કી સમકક્ષ સાથે વાત કરી અને અમેરિકી દળ કે ક્ષેત્રમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને હરાવવા માટે બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ સમન્વયના મહત્વ પર ભાર મુક્યો છે. મહત્વપૂર્ણ છે કે, આ ઘટનાથી બંને દેશોના સંબંધો પર પણ અસર પડી શકે છે. તો અમેરિકાને આશા છે કે, સ્વીડનને નાટો સદસ્યતા અપાવવાના નિર્ણયનું તુર્કી સમર્થન કરશે.