કોલંબો (શ્રીલંકા): ગુરુવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના(President Rajapaksa) નિવાસસ્થાનની બહાર યોજાયેલા વિરોધ પ્રદર્શનો હિંસકબન્યા બાદ પત્રકારો સહિત ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ(10 injured ) થયા હતા. મિરિહાનામાં દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણને પગલે છ લોકોને ઈજાઓ થતાં કોલંબો નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય ચાર દર્દીઓને કાલુબોવિલાની કોલંબો સાઉથ ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ડેઈલી મિરરે અહેવાલ આપ્યો હતો.
ડેઈલી મિરરે હોસ્પિટલના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો - તમામ ઈજાગ્રસ્ત લોકો પુરૂષ હતા અને તેમાંથી ઘણા પત્રકારો હતા. ટાપુ રાષ્ટ્રમાં હાલના મુદ્દાઓને ઉકેલવામાં સરકારની નિષ્ફળતાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મિરિહાનામાં રાષ્ટ્રપતિ રાજપક્ષેના ઘરની બહાર પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું. શ્રીલંકાની સેના સાથે જોડાયેલ એક બસ અને એક જીપને વિરોધીઓએ આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત કોલંબોમાં પોલીસે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દીધો છે.