બોક્સબર્ગ: દક્ષિણ આફ્રિકાના એકુરહુલેની, બોક્સબર્ગમાં બુધવારે રાત્રે એન્જેલો અનૌપચારિક વસાહતમાં શંકાસ્પદ ગેસ લીક થવાને કારણે 24 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા સંસ્થા ટાઈમ્સ લાઈવના રિપોર્ટ અનુસાર, આ ગેસ નાઈટ્રેટ ઓક્સાઈડ હોઈ શકે છે. અખબારે જણાવ્યું હતું કે, બુધવારે વસાહતની ઝૂંપડીમાંથી ગેસ લીક થવાની જાણ થઈ હતી.
જાનહાનિની શોધ:ટાઇમસ્લાઇવ અનુસાર, એકુરહુલેની ઇએમએસના પ્રવક્તા વિલિયમ એનટાલ્ડીએ જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ હજુ પણ અન્ય પીડિતોની શોધમાં ઘટના સ્થળે છે. ટાઇમસ્લાઇવ એ દક્ષિણ આફ્રિકાનું ઑનલાઇન અખબાર છે જે ધ ટાઇમ્સ દૈનિક અખબાર તરીકે શરૂ થયું હતું. અધિકારીઓએ ટાઈમ્સ લાઈવને જણાવ્યું કે, સર્ચ અને રિકવરી ટીમો આ વિસ્તારમાં અને તેની આસપાસની ઝૂંપડીઓમાં શોધખોળ કરી રહી છે. જ્યાં સિલિન્ડર હતો જેથી અન્ય જાનહાનિની શોધ કરી શકાય.
ગેસ સિલિન્ડરનો ઉપયોગ:અન્ય એકરહુલેની EMS અધિકારી, જેમણે અગાઉ ટાઇમસ્લાઇવ સાથે વાત કરી હતી, જ્યાં મૃતદેહો મળી આવ્યા હતા તે ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. તેના અવશેષો લીકના સ્ત્રોત નજીક ટાઉનશીપમાં વેરવિખેર મળી આવ્યા હતા, તેમણે જણાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે, ઝમા-ઝમા લોકો સમુદાયમાં રહે છે અને અહીં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરીને સોનાને સાફ અને શુદ્ધ કરે છે.
ગેસ હવામાં:દુ:ખદ વાત એ છે કે, આ વખતે ગેસ સિલિન્ડર લીક થવાથી ઊંઘી રહેલા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જાગી ગયેલા અન્ય લોકોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધુમાડો ઘણો હતો અને ગેસ હવામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હતો જેના કારણે તેઓનું પણ મોત થયું હતું. EMS અધિકારીએ જણાવ્યું કે, અત્યારે સૌથી નાની વયના પીડિતો બે થી પાંચ વર્ષની વયના બાળકો છે.
કેસની તપાસદરમિયાન, સ્થાનિક મેટ્રો પોલીસ વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં, જ્યારે અમને વિસ્ફોટની માહિતી આપતો ફોન આવ્યો હતો. પરંતુ વધુ તપાસ બાદ જાણવા મળ્યું કે, તે વિસ્ફોટ નહીં પરંતુ ગેસ લીકની ઘટના હતી. ટાઈમસ્લાઈવના અહેવાલ મુજબ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કેસની તપાસ ચાલી રહી છે.
- Internet Ban: મણીપુર સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવી દીધો, નહીં થાય કોઈ વસ્તુ વાયરલ
- Chandrayaan-3 Mission: ચંદ્રયાન-3 તેના લોન્ચ વ્હીકલ LVM3 સાથે 'સંકલિત', આવી જોરદાર છે ખાસિયત