વોશિંગ્ટન : અમેરિકામાં આવતા વર્ષે 2024માં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન - રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી યોજાવાની છે. જેનો માહોલ અત્યારથી બનતો દેખાઇ રહ્યો છે. ચૂંટણીને લઇ સમગ્ર અમેરિકામાં વાતાવરણ પહેલેથી જ ગરમ થઈ ગયું છે. યુએસ પ્રમુખ જો બાઇડેને અમેરિકનોને સાવચેત કરતાં સૂરમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કહ્યું કે અમેરિકામાં કંઈક ખતરનાક થઈ રહ્યું છે.
અમેરિકામાં કંઈક ખતરનાક બની રહ્યું છે :અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને તેમના પ્રતિસ્પર્ધી અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત વાપસીને લઈને બાઇડેને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટ્રમ્પની વાપસીને દેશની લોકશાહી માટે ખતરો ગણાવ્યો છે અને કહ્યું છે કે અમેરિકામાં કંઈક ખતરનાક બની રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે દેશની લોકશાહી માટે ખતરો ઉભો થઇ રહ્યો છે.
લોકશાહીને મજબૂત રાખવા અપીલ : જો બાઇડેને વધુમાં કહ્યું કે લોકશાહી ત્યારે મરી જાય છે જ્યારે લોકો મૌન રહે અને ઉભા ન થાય. બાઇડેને મતદારોને લોકશાહીને મજબૂત રાખવા અપીલ કરી છે. અમેરિકામાં આવતા વર્ષે 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારી સતત વધી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે છે કે જો બાઇડેનનું તાજેતરનું નિવેદન પણ આ સંદર્ભમાં આપવામાં આવ્યું છે.
ટ્રમ્પનો આત્યંતિક એજન્ડા: ગુરુવારે એરિઝોનામાં તેમના ભાષણ દરમિયાન જો બાઇડેને કહ્યું હતું કે ' મેક અમેરિકા ગ્રેટ અગેઇન ' (MAGA) એક ઉગ્રવાદી ચળવળ છે જે આપણા લોકતંત્રને જોખમમાં મૂકે છે. આપણે બધાંએ યાદ રાખવું જોઈએ કે લોકશાહીને બંદૂકની અણી પર ન મૂકવી જોઈએ. તેમાં કોઈ શંકા નથી કે આજની રિપબ્લિકન પાર્ટી ( MAGA ) રિપબ્લિકન ઉગ્રવાદીઓ દ્વારા ચલાવવામાં આવે છે. બાઇડેને ટ્રમ્પના રાજકીય ચળવળના ટૂંકાક્ષરનો ઉપયોગ કરીને જણાવ્યું હતું કે તેમનો આત્યંતિક એજન્ડા જો અમલમાં લાવવામાં આવશે, તો અમેરિકન લોકશાહીની સંસ્થાઓને મૂળભૂત રીતે બદલી નાખશે.
લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ કરતા નથી ટ્ર્મ્પ :બાઇડેનના મતે ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ પદ પર પાછા ફરવા માંગે છે જેથી તેઓ બદલો લઈ શકે. બાઇડેને ટ્રમ્પ પર આરોપ લગાવ્યો કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખને વ્યક્તિગત રીતે શક્તિશાળી બનવામાં વધુ રસ છે અને તેઓ લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ કરતા નથી.
રાષ્ટ્રના અસ્તિત્વ માટે ખતરો : બાઇડેનેે એરિઝોનામાં તેમના મિત્ર અને ટ્રમ્પના ટીકાકાર સ્વર્ગસ્થ રિપબ્લિકન સેનેટર જ્હોન મેકકેઈનના સન્માનમાં બનાવવામાં આવનાર પુસ્તકાલયની ઉજવણી દરમિયાન બાઇડેને તેમના પ્રચારના મુખ્ય મુદ્દાઓનુંં પુનરાવર્તન કર્યું હતું. જેમાં મેક અમેરિકા ગ્રેટ અગેઈન ચળવળને રાષ્ટ્રના અસ્તિત્વ માટેના ખતરા તરીકે ઓળખાવ્યું હતું.
- India Us Partnership : વર્તમાન પરિસ્થિતિમાં ભારત-અમેરિકાની ભાગીદારી વધુ મહત્ત્વપૂર્ણઃ ભૂતપૂર્વ રાજદૂત
- India Canada Relations: જસ્ટિન ટ્રુડોએ પોતાનો સૂર બદલ્યો, કહ્યું- ભારત એક વધતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ રાજકીય દેશ
- Jaishankar Blinken Meeting: વિદેશમંત્રી જયશંકર બ્લિંકનને મળ્યા, કેનેડા મામલે કોઈ ચર્ચા નહિ