ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રમ્પની ટીમમાં કામ કરનાર કાશ પટેલે અમેરિકન અમલદારશાહી પર ચાબખા મારતું પુસ્તક 'ગવર્ન્મેન્ટ ગેંગસ્ટર' લખ્યું

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકન સુરક્ષા સચિવના ચિફ ઓફ સ્ટાફ તરીકે ફરજ બજાવનાર કાશ પટેલે પોતાના નવા પુસ્તકમાં અમેરિકન અમલદારી પર ગંભીર આરોપ લગાવ્યા છે. Ex Trump admin official Kash Patel, lack of accountability within US government

અમેરિકન અમલદારશાહી પર ચાબખા મારતું પુસ્તક 'ગવર્ન્મેન્ટ ગેંગસ્ટર' લખ્યું
અમેરિકન અમલદારશાહી પર ચાબખા મારતું પુસ્તક 'ગવર્ન્મેન્ટ ગેંગસ્ટર' લખ્યું

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 1:02 PM IST

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકન વકીલ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકન સુરક્ષા સચિવના ચિફ ઓફ સ્ટાફ તરીકે ફરજ બજાવનાર કાશ પટેલે અમેરિકન સરકાર અને અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે લખેલ પુસ્તકમાં અમેરિકન સરકારમાં મહત્વના પદો પર કામ કરતા અધિકારીઓ જવાબદારી વિના કામ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે. આ અધિકારીઓ કાયદાને પણ હાથમાં લેતા હોય છે. કાશ પટેલે આ પુસ્તકમાં અમેરિકન અમલદારીની આલોચના કરી છે. કાશ પટેલના આ પુસ્તકનું નામ ગવર્ન્મેન્ટ ગૈંગસ્ટર છે.

અમેરિકન અમલદારશાહીની ટીકા કરતા તેમણે લખ્યું છે કે ઉચ્ચ પદ પર બિરાજમાન અધિકારીઓનો મોટો વર્ગ કાયદાને વારંવાર તોડે છે. તેમણે આ પુસ્તક શા માટે લખ્યું તે પણ જણાવ્યું છે. કાશ પટેલ કહે છે કે અમેરિકન અમલદારીમાં અનેક ખામીઓ છે જેને બહાર લાવવી જરુરી હતી. તેમણે કહ્યું કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને સરકારમાં કામ કર્યા બાદ મને અનુભવાયું કે સરકારમાં અંદર રહીને કામ કરતા મોટા અધિકારીઓમાં જવાબદારીનો અભાવ જોવા મળે છે.

કાશ પટેલ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકન સુરક્ષા સચિવના ચિફ ઓફ સ્ટાફ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે સરકારી પદો પર એવા લોકો છે જેમણે કાયદો તોડ્યો છે. લેખકને નોકરી દરમિયાન જે અનુભવો થયા તેમનું સચોટ વર્ણન આ પુસ્તકમાં કર્યુ છે. તેમણે અમેરિકન અમલદારીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું છે.

નૂન્સ મેમોમાં આરોપ લગાવાયા છે કે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(FBI)એ ઓક્ટોબર 2016માં વિદેશી જાસૂસી અધિનિયમ વોરંટ પ્રાપ્ત કરવા માટે રાજકારણનો સહારો લેવામાં આવ્યો. તેમજ ટ્રમ્પ સલાહકાર કાર્ટર પેજ પર શરુઆતના ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા.

  1. Donald Trump: સિવિલ ફ્રોડ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ આજે આપશે જુબાની, ટ્રમ્પનું ઔદ્યોગિક સામ્રાજય દાવ પર
  2. Biden targets Trump : " અમેરિકામાં કંઈક ખતરનાક બની રહ્યું છે " ટ્રમ્પને લઇ બાઇડેનનું મોટું નિવેદન, શું છે કારણ જાણો

ABOUT THE AUTHOR

...view details