પાકિસ્તાન:ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લાના જાની ખેલ જનરલ વિસ્તારમાં લશ્કરી કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં નવ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જેમાં પાંચ ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, આત્મઘાતી બોમ્બરે લશ્કરી કાફલા પર પોતાને વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાકિસ્તાની સૈનિકો માર્યા છે. વધુમાં તેવું પણ જણાવામાં આવ્યું કે, સુરક્ષા દળો દ્વારા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
Pakistan News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરી કાફલા પર આત્મઘાતી હુમલામાં 9 સૈનિકો માર્યા ગયા - Pak soldiers killed in blast
ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં નવ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે. ડોને સેનાની મીડિયાએ આ બાબતની માહિતી આપી હતી. વડાપ્રધાન અનવારુલ હક કાકરે જવાનોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Published : Sep 1, 2023, 10:08 AM IST
આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો:વડાપ્રધાન અનવારુલ હક કાકરે સૈનિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. કહ્યું કે અમારા બહાદુર સૈનિકોના આવા બલિદાન અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. આ સાથે તેમણે હુમલાની નિંદા કરી હતી. ગત નવેમ્બરમાં સરકાર સાથે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો યુદ્ધવિરામ સમાપ્ત થયો ત્યારથી, પાકિસ્તાને ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે.
આતંકવાદી હુમલાઓ: સૈન્યની મીડિયા વિંગ દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરાયેલી માહિતી અનુસાર, દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં તારીખ 22 ઓગસ્ટના રોજ બંદૂકની લડાઈ દરમિયાન છ સૈનિકો માર્યા ગયા હતા. ઝોબ અને સુઈના બલૂચિસ્તાનમાં અલગ-અલગ સૈન્ય કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની સેનાના 12 જેટલા જવાનો માર્યા ગયા હતા. સૈન્યએ જોયેલા આતંકવાદી હુમલાઓમાંથી આ એક દિવસનો સૌથી મોટો મૃત્યુઆંક હતો. આ પહેલા, ફેબ્રુઆરી 2022 માં બલૂચિસ્તાનના કેચ વિસ્તારમાં "ફાયર રેઇડ" માં 10 સૈનિકોના મોત થયા હતા.સતત આંતકવાદમાં વધારો જોવા મળી રહ્યો છે.