કિંશાસાઃ કોંગો નદીમાં એક હોડીમાં આગ દુર્ઘટના ઘટી હતી. સોમવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા છે. સ્થાનિક તંત્રના અધિકારીઓએ આ માહિતી આપી છે. સ્થાનિક ડેપ્યુટી પપી એપિયાનાએ કહ્યું કે હોડી ઈંધણ ભરવા જઈ રહી હતી અને રાજધાની કિંશાસાના પૂર્વીય વિસ્તારના મબાંડાકા શહેરની તરફ જઈ રહી હતી. આગ દુર્ઘટનામાંથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે લાપતા થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
અનેક હોડી દુર્ઘટનાગ્રસ્તઃ બે દિવસ અગાઉ કોંગો નદીમાં એક હોડી ઊંધી પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા. કોંગો નદી અને દેશના સરોવરોમાં ગેરકાયદેસર હોડીઓમાં વાહન વ્યવહાર કરવામાં આવે છે જેથી આવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે. આ હોડીઓમાં ક્ષમતાથી વધુ પેસેન્જર્સને બેસાડવામાં આવે છે. દેશના ઉત્તર અને પશ્ચિમમાં મોટાભાગના નાગરિકો યોગ્ય માર્ગોના અભાવ અને મોંઘા વાહન વ્યવહારને પરિણામે જળમાર્ગે મુસાફરી વધુ પસંદ કરે છે.
એમ 23 વિદ્રોહી સમૂહઃ કોંગોનો પૂર્વિય વિસ્તાર યુદ્ધ ગ્રસ્ત છે અને પશ્ચિમમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર ઉત્તરી કિવુ પ્રાંતના રુતશુરુ વિસ્તારમાં રવિવાર 30 લોકો માર્યા ગયા હતા. તેમના ઘરોને સળગાવી દેવાયા હતા. રુતશુરુ ટેરિટરી યુથ કાઉન્સિલના ઉપાધ્યક્ષ જસ્ટિન કાલેઘેસેરેએ જણાવ્યું કે આ હુમલો એમ 23 વિદ્રોહી સમૂહ દ્વારા કરવામાં આવ્યો હતો.
છેલ્લા એક દસકાથી નિષ્ક્રિયઃ એમ 23 વિદ્રોહી સમૂહમાં મુખ્યત્વે કોંગોના જાતિય ટુટિસનો સમાવેશ થાય છે. 10 વર્ષ અગાઉ રવાંડાની સાથે સરહદીય સંઘર્ષમાં સૌથી મોટા શહેર ગોમા પર કબ્જો કરી લેવામાં આવ્યો હતો. 23 માર્ચ 2009ના શાંતિ સમજૂતિ પરથી તેનું નામ લેવામાં આવ્યું છે. ગયા વર્ષના અંતમાં સક્રિય થયેલા વિદ્રોહી સમૂહો છેલ્લા લગભગ એક દસકાથી નિષ્ક્રિય હતા. શાંતિ મંત્રણા નિષ્ફળ રહી અને નિરંતર હિંસાને પરિણામે હજારો લોકો શરણાર્થી બન્યા હતા. રવિવારે થયેલા હુમલા દરમિયાન જ્યારે એમ 23ના સ્થાનીય આત્મરક્ષા સમૂહ વાજાલેંડો વિરુદ્ધ હુમલા શરુ કરવામાં આવ્યા ત્યારે તેમણે પીડિતોને છરી અને ગોળીઓથી મોતને ઘાટ ઊતારી દીધા હતા.
- Israel Hamas War: ઈઝરાયલ ગાઝા પર જમીની હુમલો કરશે તો સુરંગો અને 'સમુદ્રી પૂર બોમ્બ' બનશે અવરોધ
- Israel-Palestine War: વિદેશીઓને ગાઝામાંથી બહાર જવા દેવા પરવાનગી અપાઈ, 8 દિવસના યુદ્ધમાં કુલ મૃતાંક 3500થી વધુ