બાંગ્લાદેશ :ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજશાહી શહેરના બિનોદપુર ગેટ વિસ્તારમાં રાજશાહી યુનિવર્સિટી (RU)ના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અથડામણ દરમિયાન પોલીસ બોક્સ સહિત ઓછામાં ઓછી 25 થી 30 દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રવિવાર અને સોમવારની પરીક્ષાઓ અને યુનિવર્સિટીના વર્ગો પણ મુલતવી રાખવામાં આવ્યા છે.
બસ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી :યુનિવર્સિટીના વિદ્યાર્થીની બસમાં બેસવાની વ્યવસ્થાને લઈને સાંજે 6 વાગ્યે બસ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટનો વિદ્યાર્થી આકાશ શનિવારે સાંજે બોગુરાથી બસ દ્વારા રાજશાહી આવ્યો હતો. બસમાં બેસવા બાબતે બસના ડ્રાઈવર અને સુપરવાઈઝર સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન યુનિવર્સિટીના બિનોદપુર ગેટ વિસ્તારમાં બસ આસિસ્ટન્ટ અને આકાશ વચ્ચે ફરી ઝઘડો થયો હતો. બાંગ્લાદેશમાં રાજાશાહી શહેરના બિનોદપુર ગેટ વિસ્તારમાં રાજાશાહી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં ઓછામાં ઓછા 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે.