ગુજરાત

gujarat

ETV Bharat / international

America School shooting: અમેરિકાની ક્રિશ્ચિયન સ્કૂલમાં ખેલાયો ખુની ખેલ, ગોળીબારમાં 7ના મોત

યુએસએના ટેનેસી રાજ્યના નેશવિલની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબાર થયો હતો, જેમાં સાત લોકોના દુ:ખદ મોત થયા છે. ગોળીબારમાં ત્રણ બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકો માર્યા ગયા હતા. હુમલાનું કારણ જાણી શકાયું નથી.

America School shooting: અમેરિકાની ક્રિશ્ચિયન સ્કૂલમાં ખેલાયો ખુની ખેલ, ગોળીબારમાં 7ના મોત
America School shooting: અમેરિકાની ક્રિશ્ચિયન સ્કૂલમાં ખેલાયો ખુની ખેલ, ગોળીબારમાં 7ના મોત

By

Published : Mar 28, 2023, 9:45 AM IST

નેશવિલ: યુએસએના ટેનેસી રાજ્યના નેશવિલની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે સવારે થયેલા ગોળીબારમાં ત્રણ બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકો સહિત સાત લોકો માર્યા ગયા હતા. હુમલાખોર મહિલા હતી. પોલીસ કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. હુમલાખોરની ઓળખ ટ્રાન્સજેન્ડર તરીકે થઈ છે. કયા હુમલાનું કારણ હજી અકબંધ છે, જાણી શકાયું નથી. બનાવની તપાસ ચાલુ છે.

Indian journalist attacked in US : વોશિંગ્ટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય પત્રકાર પર હુમલો કર્યો

શાળામાં અંધાધૂંધ કર્યો ગોળીબાર: નેશવિલેની એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ભારે હથિયારોથી સજ્જ મહિલા દાખલ થઈ. તેણે શાળામાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં શાળાના ત્રણ બાળકો અને ત્રણ સ્ટાફના સભ્યો માર્યા ગયા. પોલીસ વડા જ્હોન ડ્રેકએ જણાવ્યું હતું કે હુમલા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોરની ઓળખ 28 વર્ષીય ઓડ્રે એલિઝાબેથ હેલ તરીકે થઈ છે, જે નેશવિલ વિસ્તારની રહેવાસી છે. તે ટ્રાન્સજેન્ડર છે. પોલીસનું કહેવું છે કે જીવલેણ ઘટનાને અંજામ આપતા પહેલા હુમલાખોરને એક વખત રાજધાની ટેનેસીમાં જોવામાં આવ્યો હતો.

New Us Ambassador: એરિક ગારસેટી ભારતમાં નવા યુએસ એમ્બેસેડર બન્યા, કમલા હેરિસે શપથ લેવડાવ્યા

શાળાના વિગતવાર નકશા તૈયાર કર્યા હતા: તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરે બિલ્ડિંગના એન્ટ્રી પોઈન્ટ સહિત શાળાના વિગતવાર નકશા તૈયાર કર્યા હતા અને મેનિફેસ્ટો અને અન્ય લખાણો છોડી દીધા હતા, જેની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકામાં ઘાતક બંદૂકની હિંસા સતત વધી રહી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફાયરિંગ પાછળનું કારણ શું હોઈ શકે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરનો અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ નહોતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે હુમલાખોર કોઈ વાતને લઈને ગુસ્સે હતો. પરંતુ હુમલાખોરે હુમલા માટે શા માટે શાળાની પસંદગી કરી, તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી.

ABOUT THE AUTHOR

...view details