ગુજરાત

gujarat

ETV Bharat / international

વાહ.. લાઈફ હો તો ઐસી, વિશ્વના આ સૌથી મોંઘા મહેલમાં રહે છે સાઉદીનો પ્રિન્સ - પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Prince Mohammed bin Salman ) અલગ-અલગ અને મોંઘા શોખ રાખવા માટે જાણીતા છે. તે હમણાં જ ફ્રાંસના પ્રવાસે ગયા હતા. ત્યાં તેઓ એક બિલ્ડિંગમાં રોકાયા જે વિશ્વનો સૌથી મોંઘો મહેલ (world most expensive home) કહેવાય છે. તેની કિંમત 19 અબજ રૂપિયા કરતાં વધુ છે. તેના વિશે વધુ જાણવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર.

વાહ.. લાઈફ હો તો ઐસી, વિશ્વના આ સૌથી મોંઘા મહેલમાં રહે છે સાઉદીનો પ્રિન્સ
વાહ.. લાઈફ હો તો ઐસી, વિશ્વના આ સૌથી મોંઘા મહેલમાં રહે છે સાઉદીનો પ્રિન્સ

By

Published : Jul 29, 2022, 10:19 AM IST

નવી દિલ્હીઃસાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Prince Mohammed bin Salman) હાલમાં જ ફ્રાંસની મુલાકાતે હતા. આ દરમિયાન તે એક મહેલમાં રોકાયા હતા જે વિશ્વનું સૌથી મોંઘું ઘર કહેવાય છે અને તેનો માલિક બીજું કોઈ નહીં પણ ખુદ મોહમ્મદ બિન સલમાન છે, તેણે તેને 2015માં ખરીદ્યું હતું, ત્યારે તેની કિંમત 19 અરબ 22 કરોડ જણાવવામાં આવી હતી. સાઉદી પ્રિન્સે આ ઈમારતને ફ્રાન્સના પ્રખ્યાત વ્યક્તિ Chateau Louis પાસેથી ખરીદ્યો હતો.

વિશ્વના આ સૌથી મોંઘા મહેલમાં રહે છે સાઉદીનો પ્રિન્સ

લક્ઝરીનું પ્રતીક: ફ્રેન્ચ સમાચાર એજન્સીએ પણ પુષ્ટિ કરી છે કે, સાઉદી (MBS Paris stay) સિંહાસનનો "વિવાદાસ્પદ" વારસદાર ત્યાં રહે (world most expensive home ) છે. આ ઇમારત પેરિસની બહાર લુવેસિઅન્સમાં આવેલી છે. તેને ફ્રેન્ચ શાહી પરિવારના વૈભવી નિવાસની તર્જ પર બનાવવામાં આવ્યું છે. એ જ લક્ઝરીનું પ્રતીક કહેવાય છે.

વિશ્વના આ સૌથી મોંઘા મહેલમાં રહે છે સાઉદીનો પ્રિન્સ

આ પણ વાંચો:પૂર્વ પતિએ જ કરી ફોટોગ્રાફર પત્નીની હત્યા, જાણો શું હશે કારણ...

વિશ્વનું સૌથી મોંઘું ઘર:સાત હજાર ચોરસ મીટર અથવા 57 એકરમાં ફેલાયેલી આ પ્રોપર્ટી 2015માં ખરીદવામાં આવી હતી. તે સમયે ફોર્ચ્યુન મેગેઝિને આ બિલ્ડિંગને વિશ્વનું સૌથી મોંઘું ઘર ગણાવ્યું હતું. બે વર્ષ પછી એટલે કે 2017માં ન્યૂયોર્ક ટાઈમ્સે આ ઈમારતના માલિકનું નામ બિન સલમાન જાહેર કર્યું. આ બિલ્ડિંગની બહાર ઊભેલા પત્રકારોએ પણ પ્રવેશદ્વાર પર સૂટ પહેરેલા સુરક્ષાકર્મીઓને જોયા હતા. ત્યાં અડધો ડઝન જેટલી કાર ઉભી હતી. પોલીસની ટીમ પણ હાજર હતી.

વિશ્વના આ સૌથી મોંઘા મહેલમાં રહે છે સાઉદીનો પ્રિન્સ

રાજકુમાર પ્રત્યેની સહાનુભૂતિ:મેક્રોન અને બિન સલમાન ગુરુવારે એલિસી પ્રેસિડેન્શિયલ પેલેસમાં મળવાના હતા, પરંતુ ફ્રાન્સના ટીકાકારો આ બેઠકને યોગ્ય માનતા નથી. તેનું કારણ ખાશોગી લિંક છે. હકીકતમાં, બિન સલમાને 2018 માં ઇસ્તંબુલના સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યાને મંજૂરી આપી હોવાનું યુએસ ઇન્ટેલિજન્સ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ રહી છે. તો ચાર વર્ષમાં આ વિચાર પણ બદલાઈ ગયો છે. પશ્ચિમી નેતાઓમાં રાજકુમાર પ્રત્યેની સહાનુભૂતિ ફરી શરૂ થઈ છે. અને તેનું કારણ ઉર્જા સંકટ છે. કારણ કે પશ્ચિમી શક્તિઓ રશિયન ઊર્જાનો વિકલ્પ શોધી રહી છે.

આ પણ વાંચો:ઈરાકી સંસદમાં ઘૂસ્યા દેખાવકારો, ઈરાન વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

આ ઈમારત ઈમાદ ખાશોગી દ્વારા બનાવવામાં આવી: તેને ઈતિહાસની જ દુર્ઘટના કહો કે, આ ઈમારત ખાશોગીના પિતરાઈ ભાઈ ઈમાદ ખાશોગી દ્વારા બનાવવામાં આવી હતી. તે ફ્રાન્સમાં રિયલ્ટી બિઝનેસ સાથે સંકળાયેલો છે. આ આલીશાન ઈમારતમાં નાઈટ ક્લબ, ગોલ્ડ લીફ ફાઉન્ટેન, સિનેમા હોલ, પાણીની અંદર કાચની ચેમ્બર છે, જે એક્વેરિયમ જેવું લાગે છે અને તેની આસપાસ સફેદ સોફા છે. ઈમાદ ખાશોગીની કંપની, કોગેમાદની વેબસાઈટ પરના ફોટામાં વાઈન સેલર પણ જોવા મળે છે, જોકે સાઉદી અરેબિયામાં આલ્કોહોલ પર સખત પ્રતિબંધ છે.

બિન સલમાનનો અતિશય ખર્ચ: આ ઈમારત 2009માં બની હતી. તેને બનાવવા માટે અહીં 19મી સદીનો મહેલ તોડી પાડવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયામાં મુખ્ય 'પાવરબ્રોકર' તરીકે ઉભર્યા ત્યારથી બિન સલમાનનો અતિશય ખર્ચ વારંવાર સમાચારોમાં રહ્યો છે. કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદના પુત્રએ 2015માં $500 મિલિયનમાં એક યાટ અને 2017માં $450 મિલિયનમાં લિયોનાર્ડો દા વિન્સીની પેઇન્ટિંગ ખરીદી હતી.

ABOUT THE AUTHOR

...view details