લંડનઃબ્રિટનના નવનિયુક્ત વડાપ્રધાન ઋષિ સુનકે યુક્રેના (Rishi Sunak talked Zelensky) રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી સાથે વાતચીત કરી છે. તેમણે યુકેની અખંડિતતા અને યુક્રેના લોકોને સમર્થનની વાત કહી છે. સુનકે આ વાતચીત દરમિયાન એવું પણ ટ્વિટ કર્યું છે કે,યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ સાથે વાત કરવાનો ચાન્સ મળ્યો, તેઓ યુક્રેનના લોકો અને યુકેની અખંડિતતા તથા સમર્થન પર સારો ભરોસો કરી રહ્યા છે. અમે હંમેશા યુક્રેન સાથે ઊભા છીએ.
નકારાત્મક વલણઃઆ પહેલા સુનકની નિયુક્તિ બાદ રશિયા અને બ્રિટનવચ્ચે સારા સંબંધોની શકયતાઓના જવાબમાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે મંગળવારે એવું કહ્યું હતું કે, હાલમાં તેમજ નજીકના ભવિષ્યમાં અમને સંબંધો અંગે કોઈ પોઝિટિવ વાત જોવા મળતી નથી.સંબંધો સુધરે એવું લાગતું નથી. કોઈ પોઝિટિવ ચેન્જ પણ દેખાતા નથી. જોકે, આ પહેલા પણ સુનકે યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર એક પત્ર લખ્યો હતો. જેમાં આક્રમકતાના વિરોધમાં દ્દઢ સાહસની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે યુકેના લોકોના સમર્થનનો દાવો પણ કર્યો હતો.