અમદાવાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે તેની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસનો આદેશ: હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમેર ફારુકે ગૃહ મંત્રાલયના સચિવ અને ઈસ્લામાબાદના પોલીસ વડાને ધરપકડ કર્યા પછી જ 15 મિનિટમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ફારુકે કહ્યું કે જો પોલીસ વડા કોર્ટમાં હાજર નહીં થાય તો અમે પાકિસ્તાનના વડાપ્રધાનને અહીં બોલાવીશું. આ લોકોએ કોર્ટમાં આવીને જણાવવું જોઈએ કે કયા કેસમાં અને શા માટે ઈમરાનની ધરપકડ કરવામાં આવી?
પીટીઆઈ નેતા ફવાદ હુસૈને ટ્વીટ કર્યું: ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈ નેતા ફવાદ હુસૈને ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વીટ કરીને લખ્યું કે પૂર્વ પીએમ ઈમરાન ખાનનું કોર્ટ પરિસરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. આ પછી સેંકડો વકીલો અને સામાન્ય લોકો પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. અજાણ્યા લોકો ઈમરાન ખાનને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટના જજે ઈન્ટીરીયર સેક્રેટરી અને આઈજીને આદેશ આપ્યો છે કે, પોલીસે 15 મિનિટમાં કોર્ટમાં હાજર થવું પડશે. ઈમરાન ખાનની ધરપકડ પર ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈમરાન ખાનની કોર્ટમાં હાજર થતા પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી