નવી દિલ્હી: ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ (Narayana Murthy on Rishi Sunak) તેમના જમાઈ ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન તરીકેની નિયુક્તિ પર શુભેચ્છા સાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે ઋષિને શુભેચ્છા પાઠવી (Congratulations to Rishi) હતી.
"ઋષિને અભિનંદન. અમને તેમના પર ગર્વ છે અને અમે તેમને સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ. અમને વિશ્વાસ છે કે તે યુનાઇટેડ કિંગડમના લોકો માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે." ----નારાયણ મૂર્તિ (ન્ફોસિસના સહ-સ્થાપક)
ઋષિનું શિક્ષણ: સુનકે વિન્ચેસ્ટર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેણે ઓક્સફર્ડની લિંકન કોલેજમાં ફિલોસોફી, પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સ (PPE)માં અભ્યાસ બાદ કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ફુલબ્રાઈટ સ્કોલર તરીકે MBAની પદવી મેળવી. સ્ટેનફોર્ડમાં અભ્યાસ કરતી વખતે, તેઓ અક્ષતા મૂર્તિને મળ્યા. જે હાલમાં એમના પત્ની છે. અક્ષતા ઈન્ફોસિસની સ્થાપના કરનાર ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ એન.આર. નારાયણ મૂર્તિની પુત્રી છે. સ્ટેનફોર્ડ ખાતે, સુનક અક્ષતાને મળ્યા, બન્નેએ વર્ષ 2009 સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રીઓ છે. જેનું નામ અનુષ્કા અને કૃષ્ણા છે.
સાંસદ તરીકે રહ્યા: માત્ર વડાપ્રધાનપદની રેસમાં હાર્યા જ નહીં પરંતુ છેલ્લા બે વર્ષમાં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના આ MBAમાં પોતાના જીવનના સૌથી મોટા ઉતાર-ચઢાવ જોયા છે. ફેબ્રુઆરી 2020 માં 39 વર્ષની ઉંમરે એક્સ્ચેકરના ચોથા સૌથી યુવા ચાન્સેલર રહ્યા છે. બ્રિટીશ કેબિનેટમાં બીજા ક્રમનું સર્વોચ્ચ પદ બનવાથી લઈને બ્રિટનના સાંસદ તરીકે નોમિનેટ થવાથી લઈને બ્રિટનના 222માં સૌથી ધનિક વ્યક્તિ બનવા સુધી તેમણે ઘણી ખરી મહેનત કરી છે. તેની પત્ની સાથે £730 મિલિયનની સંપત્તિના તેઓ માલિક રહ્યા છે. જોકે, આ માટે તેમણે પોતાના જીવનના અનેક એવા ઊતાર-ચઢાવ જોયેલા છે.
બ્રિટિશ અર્થતંત્ર:સુનકે ચાન્સેલર ઓફ ધ એક્સચેકર બન્યા પછી તરત જ કોવિડ-19 વૈશ્વિક રોગચાળાના બ્રિટનમાં આગમનને કારણે વિવિધ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.કોવિડ-19ના ઈન્ફેક્શનને ફેલાતો રોકવાના પ્રયાસમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનથી બ્રિટિશ અર્થતંત્રને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જેને ફરીથી બેઠું કરવા માટે ઋષિએ મોટા પગલાં ભર્યા અને અર્થતંત્રને સક્રિય કરવામાં સિંહફાળો આપ્યો. આ માટે તેમણે પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરીને બ્રિટિશ સરકારને ફરી એક રેવન્યૂ રોલિંગ કરી આપ્યું.