ગુજરાત

gujarat

ETV Bharat / international

Economic Crisis in Srilanka : શ્રીલંકામા ખરાબ આર્થિક સંકટ વચ્ચે કટોકટી હટાવી દેવામાં આવી, રાષ્ટ્રપતિએ જાહેરનામું બહાર પાડ્યું

શ્રીલંકા હાલમાં તેના સૌથી ખરાબ આર્થિક સંકટનો(Bad economic crisis in Sri Lanka) સામનો કરી રહ્યું છે અને ફુગાવા અને પુરવઠાના અભાવને કારણે જનતા મહિનાઓથી પરેશાન(Public outcry over inflation and lack of supply) છે. આ બધાની વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ઈમરજન્સી હટાવી લીધી છે.

By

Published : Apr 6, 2022, 2:59 PM IST

Economic Crisis in Srilanka
Economic Crisis in Srilanka

કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે(sri lanka president gotabaya rajapaksa) મંગળવારે મોડી રાત્રે તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ હટાવી લીધી(state of emergency was lifted with immediate effect) છે. દેશમાં વધી રહેલા સંકટ વચ્ચે 1 એપ્રિલે ઈમરજન્સી લાદવામાં આવી હતી. મંગળવારે મોડી રાત્રે જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશન નંબર 2274/10માં, રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે કટોકટી નિયમો વટહુકમ પાછો ખેંચી લીધો છે, જેણે દેશમાં કોઈપણ ખલેલ અટકાવવા માટે સુરક્ષા દળોને વ્યાપક સત્તાઓ આપી હતી.

આ પણ વાંચો - 42 સાંસદોએ કર્યો સ્વતંત્ર બેઠકનો દાવો, શ્રીલંકાના શાસક પોદુજાના પેરામુનાએ બહુમતી ગુમાવી

શ્રીલંકામાં ઈતિહાસની સૌથી મોટી આર્થિક કટોકટી -શ્રીલંકાની સરકારે દેશના ઈતિહાસની સૌથી મોટી આર્થિક કટોકટી અંગે રવિવારે પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા શનિવારે 36 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી હતી. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી જાહેર કટોકટી જાહેર કરતી વિશેષ ગેઝેટ સૂચના જારી કરી હતી. શ્રીલંકા હાલમાં ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાય સપ્તાહોથી દેશના લોકો ઈંધણ અને રાંધણ ગેસ તેમજ આવશ્યક ચીજવસ્તુઓની અછત માટે લાંબી કતારોનો સામનો કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિનું જાહેરનામું -રાષ્ટ્રપતિએ કહ્યું કે, "મારા મતે, શ્રીલંકામાં કટોકટી લાદવી એ જાહેર સુરક્ષા વ્યવસ્થા તેમજ સમુદાયોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની સપ્લાય જાળવવાના હિતમાં છે." આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાને લઈને ટાપુ દેશમાં રવિવારે મોટા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. રાજપક્ષેના નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા દેખાવકારોના જૂથને કોર્ટે જામીન આપવાનો આદેશ આપ્યા બાદ કટોકટી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો - Sri Lanka Economic Crisis : શ્રીલંકાની અર્થવ્યવસ્થા ખોરવાતા ચીજ વસ્તુના ભાવ આસમાને, શું રાજપક્ષે જવાબદાર?

ABOUT THE AUTHOR

...view details