રબાત: મોરોક્કોમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સરકાર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભૂકંપ બાદ શહેરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. ક્ષણભરમાં રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત ર્ક્યું હતું.
ભૂકંપના જોરદાર આંચકા:મળતી માહિતી મુજબ મોરોક્કોમાં રાત્રે 11.11 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. કહેવાય છે કે ભૂકંપના કારણે મોટા શહેરોમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા છે. ભૂકંપ પછી, ગભરાયેલા લોકો રબાતથી મારાકેશ સુધીની શેરીઓ અને ગલીઓમાં એકઠા થયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 6.8 હતી.