ગુજરાત

gujarat

ETV Bharat / international

પોપ ફ્રાંસિસે ઈઝરાયલ રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી, ગાઝા યુદ્ધ મુદ્દે શોક વ્યક્ત કર્યો

પોપ ફ્રાંસિસે થોડા દિવસ પહેલા ઈઝરાયલ પર હમાસે કરેલા આતંકવાદી હુમલાની આલોચના કરી હતી અને હવે પોપે ઈઝરાયલ રાષ્ટ્રપતિ સાથે ગાઝા યુદ્ધ મુદ્દે ફોન પર વાત કરીને ચિંતા વ્યક્ત કરી છે. જો કે ઈઝરાયલ સરકારના અધિકારીઓએ રાજકીય મુદ્દે થતી વાતચીત હંમેશા ગોપનીય રાખવાનું પસંદ કરે છે. Israel Hamaas War Pop Francis

પોપ ફ્રાંસિસે ઈઝરાયલ રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી
પોપ ફ્રાંસિસે ઈઝરાયલ રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 10:59 AM IST

રોમઃ પોપ ફ્રાંસિસે ઈઝરાયલ રાષ્ટ્રપતિ ઈઝાક હેરઝોગ સાથે ટેલિફોન પર ઈઝરાયલ હમાસ યુદ્ધ મુદ્દે વાતચીત કરી છે. પોપે ઈઝરાયલના રાષ્ટ્રપતિ હેરઝોગને જણાવ્યું કે આતંકવાદનો જવાબ આતંકવાદ ન હોઈ શકે.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર ઈઝરાયલ રાષ્ટ્રપતિએ પણ પોતાના દેશ તરફથી શા માટે આતંકવાદનો સામનો કરવામાં આવી રહ્યો છે તે પોપને જણાવ્યું હતું. પોપે વળતા જવાબમાં 7 ઓક્ટોબરે હમાસે કરેલા હુમલાને વખોડી કાઢ્યો હતો અને ઈઝરાયલે હમાસને નાગરિકોના ભોગે કોઈ વળતો હુમલો ન કરવા કહ્યું હતું.

પોપ ફ્રાંસિસે થોડા દિવસ પહેલા ઈઝરાયલ પર હમાસે કરેલા આતંકવાદી હુમલાની આલોચના કરી હતી અને હવે પોપે ઈઝરાયલ રાષ્ટ્રપતિ સાથે ગાઝા યુદ્ધ મુદ્દે ફોન પર વાત કરીને ચિંતા વ્યક્ત કરી છે. જો કે ઈઝરાયલ સરકારના અધિકારીઓએ રાજકીય મુદ્દે થતી વાતચીત હંમેશા ગોપનીય રાખવાનું પસંદ કરે છે.

પોપે પોતાના છેલ્લા નિવેદનમાં બંને દેશો તરફથી લડવામાં આવતી લડતને આતંકવાદ તરીકે વર્ણવી હતી. બંને દેશના નાગરિકોએ આ યુદ્ધના લીધે ઘણું સહન કરવું પડ્યું છે. હવે આપણે યુદ્ધની પરે જઈને વિચારવું જોઈએ. વોશિંગ્ટન પોસ્ટએ પોપ દ્વારા અપાયેલા નિવેદન જાહેર કર્યા છે.

આ દરમિયાન ગાઝામાં હમાસ સાથે યુદ્ધ લડતી વખતે ઈઝરાયલે ઈન્ટરનેશનલ લોને ધ્યાને લેવા તેવી અપીલ અમેરિકાએ કરી છે. યુએસ ટોપ ઓફિશિયલ એન્ટોની બ્લિન્કને પોતાના એક્સ હેન્ડલ પર ઈઝરાયલે માનવતાને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. એન્ટોનીએ આ વાત ઈઝરાયલ વડા પ્રધાન નેત્યાન્યૂહ સાથે મુલાકાતમાં પણ કહી હતી.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ દરમિયાન અનેક બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ યુદ્ધ વિરામ ગુરુવાર બાદ પણ લંબાય તેવું મધ્યસ્થી કરનારા દેશોનું માનવું છે. હમાસ અને ઈઝરાયલ વચ્ચે થયેલા બીજા એગ્રીમેન્ટ અંતર્ગત આ યુદ્ધ વિરામનો સાતમો દિવસ છે.

આ યુદ્ધ વિરામ પૂરો થશે ત્યારબાદ ઈઝરાયલ દ્વારા હમાસ પર કરવામાં આવતા હુમલાને ઘટાડવાનું આંતરરાષ્ટ્રીય દબાણ કરવામાં આવશે. ઈઝરાયલના પ્રોસ્પેક્ટિવ ઓપરેશન સંદર્ભે અમેરિકા તેનો સપોર્ટ એક્સટેન્ડ કરશે. આ નિવેદન અમેરિકાના નેશનલ સીક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જ્હોન કિર્બીએ આપ્યું છે.

  1. ઈઝરાયલ હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ ચાર દિવસથી વધુ ચાલે તેવી આશા છેઃ જો બાઈડેન
  2. ગાઝા યુદ્ધમાં અત્યાર સુધી કુલ 13,000થી વધુ પેલેસ્ટાઈન નાગરિકોના મૃત્યુ અને 30,000થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા

ABOUT THE AUTHOR

...view details