ગુજરાત

gujarat

ETV Bharat / international

Modi Meets Biden: PM મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ઓવલ ઓફિસમાં મુલાકાત કરી હતી. બેઠક પહેલા બાઈડન કહ્યું કે આજે બંને દેશોએ લીધેલા નિર્ણયો આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે.

Modi Meets Biden
Modi Meets Biden

By

Published : Jun 22, 2023, 10:39 PM IST

Updated : Jun 22, 2023, 11:00 PM IST

વોશિંગ્ટન:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ, અવકાશ, સ્વચ્છ ઉર્જા અને ક્રિટિકલ ટેક્નોલોજી સહિત ભારત-યુએસ વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ આપવાના ઉદ્દેશ્યથી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી હતી. મોદી અને બિડેને વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં સામસામે મુલાકાત કરી હતી. આ પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. 24 કલાકમાં બંને નેતાઓ વચ્ચે બીજી વાતચીત થશે.

પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે સત્તાવાર વાતચીત પહેલા વડા પ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર સ્વાગતના સાક્ષી બનવા માટે ઝરમર વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં વિદેશી ભારતીયો વ્હાઇટ હાઉસના 'સાઉથ લૉન' ખાતે એકઠા થયા હતા. સ્વાગત સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ બાઈડન સાથે બેઠક કરશે જેમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

21મી સદીનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ:તેમણે કહ્યું, 'મને ખાતરી છે કે અમારી વાતચીત સકારાત્મક રહેશે.' મોદીએ કહ્યું કે બંને દેશો વૈશ્વિક ભલાઈ, શાંતિ, સ્થિરતા માટે કામ કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શશે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ 21મી સદીનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ છે. બાઈડન કહ્યું કે આજે બંને દેશોએ લીધેલા નિર્ણયો આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને તેમના પતિ ડગ્લાસ એમહોફ વ્હાઇટ હાઉસના એટ્રીયમમાં રિસેપ્શનમાં હાજર હતા.

વિદેશી ભારતીયો રહ્યા હાજર:રિસેપ્શનમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાજર હતા અને તેઓ 'અમેરિકા, અમેરિકા' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા હતા. બિડેન દંપતી ગુરુવારે વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉન પર વડા પ્રધાન મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કરશે, જેમાં 400 મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન મોદી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

(PTI-ભાષા)

  1. PM in US Live Updates: PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ
  2. PM Modi in US: ભારત, અમેરિકા વૈશ્વિક ભલાઈ, શાંતિ, સ્થિરતા માટે કામ કરશેઃ PM મોદી
Last Updated : Jun 22, 2023, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details