ઈસ્લામાબાદઃપાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર(pakistan political crisis) સત્તામાંથી બહાર થવાની અને નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન એક મુદ્દો એ પણ સામે આવી રહ્યો છે કે શું નવી સરકાર ભારત સાથેના સંબંધોને સામાન્ય બનાવવા પર કામ કરશે. આ અંગે વિપક્ષના પીએમ પદના ઉમેદવાર શાહબાઝ શરીફે કહ્યું છે કે(Pak's New PM statement by Bharat) જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારત સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.
આ પણ વાંચો - પાકિસ્તાનના નવા PMની સોમવારે થશે પસંદગી, વિપક્ષે શાહબાઝ શરીફને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા
કાશ્મીર રાગની કરી શરુઆત -પાકિસ્તાનમાં નવા વડા પ્રધાનની પસંદગી સોમવારે થશે, જ્યારે ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વડાપ્રધાન પદ પરથી હટાવ્યા પછી નેશનલ એસેમ્બલી ફરીથી મળશે. શહબાઝ શરીફ સંયુક્ત વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર છે. માનવામાં આવે છે કે શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના છે. અહીં, ઈમરાન ખાનની વિદાય બાદ પીટીઆઈ તરફથી શાહ મહેમૂદ કુરેશી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.