કરાચી: પાકિસ્તાનનો ખજાના ખાલીખમ થઇ ગયો છે. જેના કારણે દરેક વસ્તુઓના ભાવમાં વઘારો થઇ રહ્યો છે. પાકિસ્તાન હવેઆર્થિક સંકટ વચ્ચે ફસાઇ ગયું છે. પાકિસ્તાનની આવી કંગાળ હાલત થઇ તેના ધણા કારણો છે. પરંતુ મળતી માહિતી અનૂસાર હાલ તો હવે પાકિસ્તાન હવે તંદુરસ્ત નહી રહે કેમકેદૂધની કિંમત 190 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 210 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. છૂટક દૂધ કે જેને કેટલાક દુકાનદારોએ પાકમાં રૂ. 190 પ્રતિ લિટરથી વધારીને રૂ 210 કરી નાખ્યું છે.
આ પણ વાંચો IMF Loan Pakistan : પાકિસ્તાન કેબિનેટ સમિતિએ વીજળીના દરમાં વધારો કર્યો, આઈએમએફને ખુશ કરવાનું પગલું
પાકિસ્તાનના મૂળ આહાર પર પ્રહાર:બ્રોઇલર ચિકન જેમાં છેલ્લા બે દિવસમાં રૂપિયા 30-40 પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. IANS એ ડૉનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે જીવંત ચિકન આ મહિનાની શરૂઆતમાં 390-440 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, જ્યારે જાન્યુઆરી, 2023 ના છેલ્લા અઠવાડિયામાં તે 380-420 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે વેચાઈ રહ્યું હતું. બીજી બાજુ દુધના ભાવ પણ બમણા થઇ ગયા છે.
આ પણ વાંચો Pakistan Crisis: શું પાકિસ્તાન નિષ્ફળ રાજ્યની શ્રેણીમાં આવશે
યુએસ ડોલર સામે રૂપિયાને સ્થિર:યુએસ ડોલર સામે રૂપિયાને સ્થિર કરવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલી ડોલરની મર્યાદાને કારણે વિદેશી પાકિસ્તાની કામદારો દ્વારા રેમિટન્સ બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી 2023માં રેમિટન્સ ઘટીને $1.9 બિલિયન થઈ ગયું હતું, જે ડિસેમ્બર 2022માં $2.1 બિલિયન અને જાન્યુઆરી 2022માં $2.18 બિલિયન હતું.
કેમ પાકિસ્તાનના હાલ બેહાલ: જૂનથીઓક્ટોબરમાં પૂર આવ્યું જેના કારણે 30 ડોલરનું નુકશાન થયું. ત્યાર બાદ પાકિસ્તાની ચલણને પછડાટ મળી. પાકિસ્તાનમાં અનાજની ખોટ થઇ વસ્તુઓના ભાવ વધ્યા.સરકારી કંપનીઓ ખોટમાં ગઇ. આ દરેક વસ્તુમાં એક વસ્તુ એ પણ મહત્વની છે કે વિશ્વમાં દરેક દેશ સાથે કેવા સંબધો. કોઇ જ દેશ સાથે તેના સારા સંબધો હશે બાકી તમામ સાથે તે ખરાબ સંબધો રાખ્યા છે જેના કારણે તેની મદદ પણ કોઇ ના આવે. જેનું પરિણામ આજે પાકિસ્તાનની જનતા ભોગવી રહી છે.