પુણે : કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને મંગળવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 1,000 થી 1,200 ભારતીયોને ખાસ ફ્લાઇટ્સ દ્વારા ઇઝરાયેલથી ભારત પરત લાવવામાં આવ્યા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાયેલે પણ જવાબી સૈન્ય કાર્યવાહી કરી હતી, જે બાદ સ્થિતિ તંગ બની છે.
Israel Hamas War : 'ઓપરેશન અજય' હેઠળ 1,000 થી વધુ ભારતીયો ઇઝરાયેલથી પાછા ફર્યા
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી લડાઈ વચ્ચે અત્યાર સુધીમાં લગભગ 1,200 ભારતીયો વતન પહોંચી ગયા છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી.
By ANI
Published : Oct 18, 2023, 9:23 AM IST
મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે : વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠકમાં ભાગ લેવા આવેલા મુરલીધરને અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ઇઝરાયેલમાં લગભગ 20,000 ભારતીયો છે અને તે બધાને ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી કરીને જો તેમને ત્યાંથી બહાર કાઢવાના હોય તો તેમનું સ્થાન જાણવામાં સરળતા રહે. તેમણે કહ્યું કે દૂતાવાસમાં નોંધણી કરાવનારા તમામ લોકો ભારત પાછા ફરવા માગતા નથી.
દૂતાવાસમાં નોંધણી કરાવવા માટે અપિલ કરાઇ : મંત્રીએ કહ્યું, 'પરંતુ, અમારા માટે, નોંધણી પ્રક્રિયા ફાયદાકારક છે કારણ કે અમે ઇઝરાયેલમાં આ ભારતીયોના ચોક્કસ સ્થાનોને ઓળખી શકીશું. GPRS ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, અમે ઇઝરાયેલમાં એવા સ્થાનો શોધી કાઢ્યા છે જ્યાં ભારતીયો છે. અમે જાણીએ છીએ કે તેલ અવીવ, ગાઝા અને એશકેલોનમાં કેટલા ભારતીયો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે ગાઝામાં કેટલા ભારતીયો ફસાયેલા છે, મુરલીધરને કહ્યું, બહુ ઓછા. તેમણે કહ્યું, 'જો અમારે તેમને બહાર કાઢવા હોય તો અમે તેમ કરી શકીએ છીએ કારણ કે અમારી પાસે તેમના સ્થાનો વિશે માહિતી છે.'