ઓરીસ્સા: મંગળવારે વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો (Another Russian citizen found dead in Odisha) હતો. પોલીસે જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં આ ત્રીજી ઘટના છે. રશિયન નાગરિક મિલાકોવ સર્ગેઈ (51) જગતસિંહપુર જિલ્લાના પારાદીપ બંદર પર લાંગરેલા જહાજમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સર્ગેઈ બાંગ્લાદેશના ચટગાંવ બંદરથી પારાદીપ થઈને મુંબઈ જઈ રહેલા એમબી અલાદના જહાજનો મુખ્ય ઈજનેર હતો. સવારે સાડા ચાર વાગ્યે તે જહાજમાં તેની કેબિનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો: પારાદીપ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પી.એલ. હરનાદે રશિયન એન્જિનિયરના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ડિસેમ્બરના અંતમાં, દક્ષિણ ઓડિશાના રાયગઢ શહેરમાં એક સંસદસભ્ય સહિત બે રશિયન પ્રવાસીઓ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રશિયન સાંસદ પાવેલ એન્ટોનોવ (65) નું 24 ડિસેમ્બરે કથિત રીતે હોટલના ત્રીજા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું, જ્યારે વ્લાદિમીર બિડેનોવ (61) 22 ડિસેમ્બરે તેમના હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઓડિશા પોલીસ બંને કેસની તપાસ કરી રહી છે.
રશિયન સાંસદ પાવેલ એન્ટોનોવ: જણાવી દઈએ કે આ પહેલા રાયગડા જિલ્લામાં રજા પર ગયેલા રશિયન સાંસદ પાવેલ એન્ટોનોવ (Russian MP Pavel Antonov)એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કરોડપતિ સાંસદ પોતાનો 65મો જન્મદિવસ ઉજવવા અહીં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેણે ત્રીજા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. ઓડિશાની એક જ હોટલમાં એક અઠવાડિયામાં રશિયન નાગરિકોનું આ બીજું મૃત્યુ હતું. અગાઉ તેના સાથી બાયદાનોવનું અહીં મૃત્યુ થયું હતું. કોલકાતામાં રશિયન કોન્સ્યુલ જનરલ, એલેક્સી ઇદમકિને, સાંસદના શંકાસ્પદ મૃત્યુ અંગેની અફવાઓને નકારી કાઢી હતી. તેમણે ઉમેર્યું, "પોલીસને તેમના મૃત્યુમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. બાયદાનોવના મૃતદેહનો અંતિમ સંસ્કાર થઈ ચૂક્યો છે, અને તેમના મૃત્યુની તપાસ પૂર્ણ થઈ ગઈ છે.