ગુજરાત

gujarat

ETV Bharat / international

Nobel Peace Prize : ઈરાનમાં મહિલાઓ પર અત્યાચાર સામે લડનાર નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો - શિરીન એબાદી

ઈરાનમાં મહિલાઓના દમન સામે લડવા બદલ નરગીસ મોહમ્મદીને 2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 2019ના હિંસક વિરોધનો ભોગ બનેલી પીડિતાના એક સ્મારકમાં હાજરી આપ્યા બાદ સત્તાવાળાઓએ નવેમ્બરમાં નરગીસ મોહમ્મદીની ધરપકડ કરી હતી.

Nobel Peace Prize : ઈરાનમાં મહિલાઓ પર અત્યાચાર સામે લડનાર નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો
Nobel Peace Prize : ઈરાનમાં મહિલાઓ પર અત્યાચાર સામે લડનાર નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 4:19 PM IST

ઓસ્લો : જેલમાં બંધ કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના દમન સામેની લડાઈ માટે શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરનાર નોર્વેજીયન નોબેલ સમિતિના અધ્યક્ષ બેરિટ રીસ એન્ડરસને જણાવ્યું હતું કે તે સ્થાપિત ભેદભાવ અને જુલમ સામે મહિલાઓ માટે લડી રહી છે. નવેમ્બરમાં ઈરાની સત્તાવાળાઓએ 2019ના હિંસક વિરોધનો ભોગ બનેલી મહિલાના સ્મારકમાં હાજરી આપ્યા બાદ નરગિસ મોહમ્મદીની ધરપકડ કરી લીધી હતી. નરગિસ મોહમ્મદીનો કેદ, કઠોર સજાઓ અને તેના કેસની સમીક્ષા માટે આંતરરાષ્ટ્રીય કોલ વગેરેને લઇને એક લાંબો ઇતિહાસ છે.

નરગિસ મોહમ્મદી વિશે જાણો : જેલમાં ધકેલી દેવાયાં પહેલાં નરગિસ મોહમ્મદી ઈરાનમાં પ્રતિબંધિત માનવ અધિકાર કેન્દ્રના ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટરના ઉપપ્રમુખ હતાં. મોહમ્મદી ઈરાની નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદીના નજદીકી રહ્યાં છે, જેમણે કેન્દ્રની સ્થાપના કરી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદની વિવાદિત પુનઃચૂંટણી બાદ 2009માં એબાદીએ ઈરાન છોડી દીધું હતું. જેના પછી અભૂતપૂર્વ વિરોધ અને સત્તાવાળાઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલાં 2018માં એન્જિનિયર મોહમ્મદીને 2018 આન્દ્રેઇ સખારોવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ડિસેમ્બરમાં યોજાશે એવોર્ડ સેરેમની : 2022માં નરગિસ મોહમ્મદી પર પાંચ મિનિટમાં કેસ ચલાવવામાં આવ્યો અને તેને આઠ વર્ષની જેલ અને 70 કોરડાની સજા સંભળાવવામાં આવી હતી. નોબેલ પુરસ્કારમાં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર (આશરે 1 મિલિયન યુએસ ડોલર) રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. વિજેતાઓને ડિસેમ્બરમાં યોજાનાર એવોર્ડ સમારોહમાં 18-કેરેટ ગોલ્ડ મેડલ અને ડિપ્લોમા પણ એનાયત કરવામાં આવશે.

  1. Nobel Prize 2023: આ વર્ષે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ 3 વૈજ્ઞાનિકોને મળશે નોબલ પ્રાઈઝ
  2. Biden Border Walls Work: અમેરિકા-મેક્સિકો બોર્ડર પર દિવાલને લઈને વિવાદ, જાણો શું કહ્યું બાઈડને
  3. Queen Elizabeth II: મહારાણી એલિથાબેથ IIની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં બ્રિટિશ શીખને 9 વર્ષની જેલ

ABOUT THE AUTHOR

...view details