હાઈલેન્ડ પાર્કઃયુએસ શહેર શિકાગોમાં હાઈલેન્ડ (America Independence day 2022) પાર્ક પાસે સોમવારે સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન (Multiple hurt in Highland Park shooting) થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને 24 લોકો ઈજાગ્રસ્ત (Shooting during Independence Day parade in Chicago) થયા છે. પોલીસ શંકાસ્પદ હુમલાખોરને શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેણે એક બિલ્ડિંગની છત પરથી ફાયરિંગ કર્યું હતું. હાઈલેન્ડ પાર્ક પોલીસ કમાન્ડર ક્રિસ ઓ'નીલે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા વિનંતી કરી છે.
આ પણ વાંચો:કયા કારણથી એર ઈન્ડિયા ભરતીના દિવસે જ 55 ટકા ઈન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થઈ વિલંબિત ?
કહેવામાં આવી રહ્યું છે કે, તે એક સફેદ માણસ છે, જેણે સફેદ (Shooting during Independence Day parade) અને વાદળી ટી-શર્ટ પહેરી છે. લેક કાઉન્ટી મેજર ક્રાઈમ ટાસ્ક ફોર્સના પ્રવક્તા ક્રિસ્ટોફર કોવેલીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હુમલાખોરે ધાબા પરથી પરેડમાં ભાગ લેનારાઓ પર રાઈફલ ચલાવી હતી અને તે રાઈફલ જપ્ત કરી લેવામાં આવી છે. જોકે, તેણે કઇ બિલ્ડીંગની છત પરથી ફાયરિંગ કર્યું તે, જાણી શકાયું નથી.
આ પણ વાંચો:ભારતે નેપાળને 17 સ્કૂલબસ અને 75 એમબ્યુલન્સ ભેટમાં આપી, ભારતીય રાજદૂતે કહી આ મોટી વાત
કોવેલીએ કહ્યું કે, પોલીસ માને છે કે માત્ર એક શૂટરે હુમલો કર્યો હતો. સાક્ષીઓએ જણાવ્યું હતું કે, તેઓએ લોહીથી લથપથ મૃતદેહોને ધાબળાથી ઢાંકેલા અને સેંકડો લોકો તેમના જીવ હચાવવા માટે દોડતા જોયા હતા. મળતા માહિતી મુજબ, પરેડ સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી, પરંતુ ગોળીબાર થતાંની સાથે જ 10 મિનિટ પછી બંધ કરી દેવામાં આવી હતી, કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, તેઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.