ગુજરાત

gujarat

ETV Bharat / international

Germany Firing : જર્મનીના હેમ્બર્ગમાં ચર્ચમાં ગોળીબાર, 7 લોકોના મોત - ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ

જર્મનીના હેમ્બર્ગ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે એક ચર્ચમાં ગોળીબારની ઘટના બની હતી. ગોળીબારમાં 7 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Germany FiringGermany Firing
Germany Firing

By

Published : Mar 10, 2023, 10:50 AM IST

જર્મની: હેમ્બર્ગ શહેરમાં રાત્રિના ચર્ચમાં ગોળીબાર થયો હતો. જેમાં 7 લોકોના મોત થયા છે અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાત્રે લગભગ 9 વાગ્યે થયેલા ગોળીબારમાં 6 લોકો માર્યા ગયા હતા. બાદમાં બિલ્ડિંગના ઉપરના ભાગમાં અન્ય એક લાશ મળી આવી હતી. જે હુમલાખોરની હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસને 15 મિનિટ પછી ઘટનાની માહિતી મળી હતી.

ચર્ચમાં ગોળીબાર:જર્મનીના બીજા સૌથી મોટા શહેર હેમ્બર્ગમાં ગુરુવારે મોડી રાત્રે એક ચર્ચમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘણા ઈજાગ્રસ્ત જણાવવામાં આવી રહ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે લગભગ 10 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો. પોલીસ દ્વારા કોઈ ગોળીબાર કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો:Elon Musk Apologizes: એલોન મસ્કે ટ્વિટરના કર્મચારીની મજાક ઉડાવ્યા બાદ માફી માંગી

7 લોકોના મોત:પોલીસે જણાવ્યું હતું કે આ ક્ષણે તે સ્પષ્ટ નથી કે શા માટે ગોળી ચલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ગુનેગારના ભાગી જવાના કોઈ પુરાવા મળ્યા નથી. સીસીટીવી સ્કેન કરવામાં આવી રહ્યા છે. ચર્ચની આસપાસના રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે સાથે જ ભારે પોલીસ દળ સ્થળ પર તૈનાત છે. હેમ્બર્ગના મેયર પીટર ચેન્ચરે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સ્થાનિક પોલીસે અગાઉ ટ્વીટ કર્યું હતું કે આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:Imran Khan: PTIનો કાર્યકર પોલીસ ક્રેકડાઉનમાં માર્યો ગયો, ખાન વિરુદ્ધ 37 કેસ દાખલ: ઈમરાન

10 મિનિટ સુધી ગોળીબાર: આ ઘટના ગ્રોસ બોર્સ્ટલ વિસ્તારમાં એક ચર્ચના જેહોવાઝ વિટનેસ કિંગડમ હોલમાં બની હતી. હુમલાખોર વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. એક અધિકારીએ કહ્યું કે અમને કોઈના ફરાર થયાના સમાચાર મળ્યા નથી. ગોળીબારની માહિતી મળતા 15 મિનિટમાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમે ચર્ચના ઉપરના માળે ગોળીબારનો અવાજ સાંભળ્યો. ત્યાં પહોંચતા જ એક લાશ મળી આવી હતી. અમને લાગે છે કે તે હુમલાખોરનો છે. હાલ તેની ઓળખ થઈ શકી નથી. હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે આ ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અમે મોટી સંખ્યામાં સુરક્ષાદળો સાથે સ્થળ પર હાજર છીએ.

ABOUT THE AUTHOR

...view details