ગુજરાત

gujarat

ETV Bharat / international

સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી કાબુલ સ્તબ્ધ, છ બાળકોના મોત સાથે અનેક લોકો ઈજાગ્રસ્ત - કાબુલ શિક્ષણ કેન્દ્રની અંદર વિસ્ફોટ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ (Afghanistan bomb blast ) થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, શાળાની નજીક ત્રણ બોમ્બ વિસ્ફોટોમાં (Three bomb blasts in Kabul) ઓછામાં ઓછા છ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી કાબુલ સ્તબ્ધ, છ બાળકોના મોત, ઘણા લોકો ઘાયલ
સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી કાબુલ સ્તબ્ધ, છ બાળકોના મોત, ઘણા લોકો ઘાયલ

By

Published : Apr 19, 2022, 5:46 PM IST

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં (Serial bomb blast in Kabul) મંગળવારે શૈક્ષણિક કેન્દ્રોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં (Kabul boy school bomb blast ) ઓછામાં ઓછા છ બાળકો માર્યા ગયા અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો:કાબુલની હૉસ્પિટલની બહાર ભયંકર બ્લાસ્ટ, 19 લોકોના મોત - 50થી વધુ ઇજાગ્રસ્ત

ઘણા બાળકો ઈજાગ્રસ્ત : પોલીસના જણાવ્યા અનુસાર શિયા બહુલ વિસ્તારમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા છે. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જાદરાન અને શહેરની ઈમરજન્સી હોસ્પિટલના જણાવ્યા અનુસાર બોમ્બ વિસ્ફોટોમાં ઘણા બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને ઘણા લોકોની જાનહાનિની ​​આશંકા છે.

આ પણ વાંચો:અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં ડ્રોન ન ઉડાવવા તાલિબાને અમેરિકાને ચેતવણી આપી

શિક્ષણ કેન્દ્રની અંદર વિસ્ફોટ: પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે અને એક શિક્ષણ કેન્દ્રની અંદર થયો હતો, જ્યાં કાબુલના દશ્ત-એ-બારચી વિસ્તારમાં પરીક્ષાઓ યોજાય છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

ABOUT THE AUTHOR

...view details