ગુજરાત

gujarat

ETV Bharat / international

મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન - undefined

રાજ્યના મંત્રી બળવંતસિંહ રાજપૂતે મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં યોજાનાર ગ્લોબલ ગુજરાત સમિટ અંતર્ગત અલગ અલગ દેશના પ્રવાસે છે.

minister-balwant-singh-rajput-inaugurated-first-business-summit-organized-by-global-organization-of-people-of-indian-origin-in-malaysia
minister-balwant-singh-rajput-inaugurated-first-business-summit-organized-by-global-organization-of-people-of-indian-origin-in-malaysia

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 9:47 PM IST

ગાંધીનગર:ગ્લોબલ ગુજરાત સમિટ અંતર્ગત મલેશિયા ખાતે પ્રથમ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સિંગાપોરના પ્રવાસે છે.

મલેશિયામાં ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટ

પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન:મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, માનનીય મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના માનનીય રાજ્યમંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના YB સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના માનનીય નાયબ મંત્રી સુ સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય.એન.એ મલેશિયામાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO) ની પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કર્યુ. સમિટમાં 15 વિવિધ રાષ્ટ્રોના પર્સન ઓફ ઈન્ડિયન ઓરીજીન (PIO)એ ભાગ લીધો હતો.

ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન

'વિકસિત ભારત @2047'નું વિઝન:માનનીય મંત્રી બળવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી અને PIO સમુદાયને માનનીય વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા. આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.

'વિકસિત ભારત @2047'નું વિઝન

ગુજરાતમાં રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યુ: સમિટ દરમિયાન ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર IAS ડો. રાહુલ ગુપ્તા એ પણ ગુજરાતમાં રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યુ હતુ.

  1. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે સરકારી જમીન ભાડે આપવામાં આવશે, ગુજરાતના 3 જિલ્લાના ખેડૂતોને મળશે 24 કલાક વીજળી
  2. વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર આપશે 40 હજારની સહાય

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details