લંડન:કિંગ ચાર્લ્સ III, પ્રિન્સ એન્ડ્ર્યુ, પ્રિન્સેસ એની અને પ્રિન્સ એડવર્ડ રાણી એલિઝાબેથ IIના પાર્થિવ શરીરની (Queens Elizabeth II Funeral Procession) પાછળ ચાલી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકે બૂમો પાડી 'એન્ડ્રુ, તું બીમાર વૃદ્ધ માણસ છે'. ત્યારપછી તેને તરત જ ભીડમાંથી દૂર કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રાણી એલિઝાબેથ IIની અંતિમયાત્રામાં આવી અડચણ, પ્રિન્સ એન્ડ્રુને હેકલિંગ કરવા બદલ યુવકની કરાઈ ધરપકડ - Queens Elizabeth II Funeral Procession
બ્રિટનમાં મહારાણી એલિઝાબેથ IIના મૃતદેહને પેલેસ ઓફ હોલીરૂડહાઉસથી સ્કોટિશ રાજધાનીમાં સેન્ટ જાઇલ્સ કૈથેડ્રલ લઈ જતી વખતે પ્રિન્સ એન્ડ્રુને એક યુવક દ્વારા હેરાન કરવામાં આવ્યો. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. Man Arrested For Heckling Prince Andrew, Queens Elizabeth II Funeral Procession
ઘૃણાસ્પદ બૂમો સંભળાઈ: ટ્વિટર પર શેર કરાયેલા અન્ય એક વીડિયોમાં એક પોલીસ અધિકારી માણસને ફ્લોર પર ખેંચતો જોવા મળે છે. તેને 'ઘૃણાસ્પદ' બૂમો પાડતા સાંભળવામાં આવ્યો હતો. કારણ કે, તે વ્યકિતને પોલીસકર્મી દ્વારા લઈ જવામાં આવી રહી હતી. ત્રીજા વિડિયોમાં એક વ્યક્તિ હથકડી પહેરીને બે પોલીસ અધિકારીઓની વચ્ચે બેઠો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
આ દંડની સજા શું છે: એક નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે, રોયલ માઇલ પર શાંતિ ભંગ કરવા બદલ 22 વર્ષીય વ્યક્તિની સોમવારે બપોરે 2.50 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. શાંતિનો ભંગ કરવા બદલ, ગેરવર્તણૂક માટે સ્કોટલેન્ડમાં 12 મહિના સુધીની જેલ અથવા 5,000 પાઉંડ સુધીના દંડની સજા થઈ શકે છે. આ ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે રાણીની શબપેટીને હોલીરૂડહાઉસના પેલેસમાંથી સ્કોટિશ રાજધાનીમાં સેન્ટ ગાઇલ્સ કેથેડ્રલ લઈ જવામાં આવી રહી હતી. રાણીના પુત્રો, કિંગ ચાર્લ્સ III, પ્રિન્સ એન્ડ્ર્યુ, પ્રિન્સેસ એની અને પ્રિન્સ એડવર્ડ શબપેટીમાં રાણીના મૃત શરીરની પાછળ (At Queens Funeral Procession) ચાલી રહ્યા હતા.