કાહિરા : ભૂમધ્ય વાવાઝોડા ડેનિયલને લીધે લીબિયામાં વિનાશકારી પૂર આવ્યું છે. ઉત્તર આફ્રિકન રાષ્ટ્ર લીબિયા પૂર્વમાં કેટલાક દરિયાકાંઠાના નગરોમાં તબાહી જ તબાહી જોવા મળી છે. હજારો ઘર નાશ પામ્યાં છે. આપદાને લઇને લીબિયા દેશના એક નેતાએ સોમવારે કહ્યું કે ઓછામાં ઓછા 2,000 લોકોના મોતની આશંકા છે. સૌથી વધુ વિનાશ ડેરનામાં થયો હતો.
ડેરનામાં અસ્થિરતાનો માહોલ :આ શહેર અગાઉ ઇસ્લામિક ઉગ્રવાદીઓના નિયંત્રણમાં હતું. શાસકીય અરાજકતાએ એક દાયકા કરતાં વધુ સમયથી અસ્થિરતાનો માહોલ છે અને દેશને જર્જરિત અને અપૂરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે ઝઝૂમી રહ્યો છે.આપને જણાવીએ કે લિબિયા બે હરીફ શાસન વચ્ચે વહેંચાયેલું છે. એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં એમ અલગ અલગ ઉગ્રવાદીઓ અને વિદેશી સરકારો દ્વારા સમર્થિત વહીવટ થઇ રહ્યો છે.
વ્યાપક તબાહીની તસવીરો : આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે મોડી રાત સુધીમાં સપ્તાહના પૂરથી મૃત્યુઆંક 61 હતો. પરંતુ સંખ્યામાં ડેર્નાનો સમાવેશ થતો ન હતો, જે દુર્ગમ બની ગયું હતું અને ગુમ થયેલા હજારો લોકોમાંથી ઘણા પૂરમાં વહી ગયા હોવાનું માનવામાં આવે છે. શહેરના રહેવાસીઓ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં વ્યાપક તબાહીની તસવીરો દર્શાવી હતી. બહુમાળી એપાર્ટમેન્ટ ઇમારતો સહિતની એવી ઇમારતો જે એક સમયે નદીથી દૂર હતી તે પણ આંશિક રીતે પૂરના કાદવમાં પડી ગયેલી જોવા મળી હતી.
ડેરના આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર : સોમવારે અલ-મસર ટેલિવિઝન સ્ટેશન સાથેની ટેલિફોનિક વાતચીતમાં પૂર્વી લીબિયા સરકારના વડાપ્રધાન ઓસામા હમાદે જણાવ્યું હતું કે ડેરનામાં 2,000 લોકોના મોતની આશંકા છે અને હજારોથી વધુ ગુમ થયા હોવાના અહેવાલ છે. તેમણે કહ્યું કે ડેરનાને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
બે ડેમ તૂટી જવાને જવાબદાર ઠેરવાયાં : દેશના સશસ્ત્ર દળોના પ્રવક્તા અહેમદ અલ-મોસમરીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ડેરનામાં મૃત્યુઆંક 2,000ને વટાવી ગયો છે. તેમણે કહ્યું કે 5,000 થી 6,000 ની વચ્ચે ગુમ થયાના અહેવાલ છે. અલ-મોસ્મરીએ આ દુર્ઘટના માટે નજીકના બે ડેમ તૂટી જવાને જવાબદાર ઠેરવ્યા હતાં. જેના કારણે જીવલેણ પૂર આવ્યું હોવાનું કહેવાયું હતું.
શાસકીય અરાજકતાને લઇ દેશની ખસ્તા હાલત : લીબિયામાં 2011માં થયેલા બળવા બાદ, જેમાં લાંબો સમય શાસક રહેલા કર્નલ ગદ્દાફીની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને બાદમાં તેમની હત્યા કરવામાં આવી હતી. લીબિયામાં કેન્દ્ર સરકારનો અભાવ છે અને પરિણામે ફેલાયેલી અરાજકતાને લઇને દેશના રસ્તાઓ અને જાહેર સેવાઓમાં રોકાણનો અભાવ છે અને ખાનગી મકાનો માટે ન્યૂનતમ નિયમન પણ છે. દેશ હવે પૂર્વ અને પશ્ચિમમાં એમ બે દિશામાં પ્રતિસ્પર્ધી સરકારો વચ્ચે વહેંચાયેલો છે અને ઉગ્રવાદીઓના સમર્થનથી શાસન ચાલે છે.
(પીટીઆઈ)
- Morocco Earthquake: મોરોક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મોતનો આંક 2 હજારને પાર, 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
- Morocco Earthquake: મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપથી 296થી વધુના મોત
- THE FUKUSHIMA NUCLEAR PLANT NEWS: જાપાનના ફૂકુશિમા ન્યુક્લિયર પાવર પ્લાન્ટે રેડિયોએક્ટિવ પાણી સમુદ્રમાં છોડવાનું શરૂ કર્યુ