ગુજરાત

gujarat

ETV Bharat / international

ઉલ્ફાના અધ્યક્ષ કોણ એ જાણવા માટે લંડન કોર્ટે સુનાવણી શરૂ કરી - ગુવાહાટી મેડિકલ કૉલેજ

એવું લાગે છે કે, ભારત સરકારે ઉલ્ફાના અધ્યક્ષ ડૉ. અવિજિત અસમ ઉર્ફે ડૉ.મુકુલ હઝારિકાના પ્રત્યાર્પણની (extradition of Ulfa) પ્રક્રિયાને વેગ આપી દીધો છે. લંડન સ્થિત મૂળ આસામના ડૉ.મુકુલ હઝારિકાને મંગળવારે લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની (Westminster Abbey London) કોર્ટમાં એ આરોપમાં હાજરી આપવી પડી કે, તેઓ ઉલ્ફાના અધ્યક્ષ ડૉ.અવિજીત અસમ છે.

ઉલ્ફાના અધ્યક્ષ કોણ એ જાણવા માટે લંડન કોર્ટે સુનાવણી શરૂ કરી
ઉલ્ફાના અધ્યક્ષ કોણ એ જાણવા માટે લંડન કોર્ટે સુનાવણી શરૂ કરી

By

Published : May 17, 2022, 10:02 PM IST

હૈદરાબાદ: ભારત સરકારે એવો દાવો કર્યો હતો કે, 75 વર્ષના અને લંડન સ્થિત ઉલ્ફા ગ્રૂપના અધ્યક્ષ ડૉ.અવિજિત અસમ છે. ઉલ્ફાના અધ્યક્ષ પર પ્રતિબંધિત સંગઠનની (Banned Organization In UK) સાથોસાથ કમાન્ડર ઈન ચીફ પરેશ બરૂઆ પર થોડા મહિના પહેલા વિવાદ થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ડૉ.અવિજિત અસમ નામનું કોઈ છે જ નહીં. આ એક કાલ્પિનક પાત્ર છે. જેને આ ગ્રૂપે તૈયાર કર્યું હતું. ગુવાહાટી મેડિકલ કૉલેજમાંથી (Medical College Guwahati) ગ્રેજ્યુએટ થનાર ડૉ. હઝારિકા પાસે બ્રિટિશ પાસપોર્ટ (British Passport Holder) છે. તે પોતાના પરિવાર સાથે પૂર્વી લંડન વિસ્તારમાં વર્ષ 2004થી રહે છે.

આ પણ વાંચો:એલન મસ્કની કાયદાકીય મુશ્કેલીઓ વધતા ટેસ્લા અને ટ્વિટરના શેર ગગડ્યા, કંપની સામે આ જોખમ

આવી રહી કોર્ટમાં દલીલ: મંગળવારે હઝારિકાના વકીલ બેન કૂપરે વેસ્ટમિનિસ્ટર મેજીસ્ટ્રેટને જણાવ્યું હતું કે, કે તેના મૂળની કોઈ વ્યક્તિઓને ક્યારેય આસામમાં કોઈ અલગતાવાદી સંગઠન સાથે કોઈ લેવાદેવા નથી. કૂપરે એવી પણ દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટ ડૉ. મુકુલ હઝારિકા છે અને ડૉ. અવિજીત આસોમ નથી, જેમ કે ભારત સરકારે દાવો કર્યો છે. કૂપરે કહ્યું કે તેનો ક્લાયંટ તેની તબીબી પ્રેક્ટિસ સિવાય માત્ર થોડા માનવતાવાદી કાર્યોમાં સામેલ કરેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો હતો.

આ પણ વાંચો:EDએ કયા કારણોસર Xiaomiની 5,551 કરોડની સંપત્તિ કરી જપ્ત

ધરપકડ પણ થયેલી:દાવો એવો પણ હતો કે, ડૉ. હજારિકા ULFA (I)ના અધ્યક્ષ તરીકે એ ગ્રૂપમાં સામેલ છે. વર્ષ 2016 અને 2019 વચ્ચે મ્યાનમારમાં ULFA (I) કેમ્પમાં ઘણો સમય તેમણે પસાર કર્યો છે. આ વકીલે દલીલ કરી હતી કે ડૉ. અવિજિત આસામ ડૉ. મુકુલ હજારિકાનું ઉપનામ છે અને તેઓ આસામની યુવા પેઢીને સંગઠનમાં જોડાવા અને રાજ્ય સામે યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગયા વર્ષે લંડનના પ્રત્યાર્પણ યુનિટ દ્વારા ડૉ. હજારિકાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details