ટોક્યો: જાપાનમાં આવેલા સૌથી મોટા ધરતીકંપે દુનિયા આખીને ધ્રજાવી દીધી છે, ભૂકંપની તિવ્રતા 7.6 રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી, આ ભૂકંપના કારણે જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પશ્ચિમ કિનારે આગ લાગી હતી અને સાથે જ કેટલીક ઇમારતો ધરાશાયી થઈ હતી. જોકે, હજી એ સ્પષ્ટ નથી કે કેટલા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. બીજી તરફ ભૂકંપ અને સુનામી અંગેની ચેતવણી રશિયાને પણ આપવામાં આવી છે, જ્યારે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શક્તિશાળી ભૂકંપ: સોમવારે જાપાનમાં 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે, એમ NHK વર્લ્ડના અહેવાલમાં જણાવાયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું છે કે, આ ભૂકંપ ઇશિકાવા પ્રાંતના નોટોના નાના ટાપુ પર આવ્યો, સ્થાનિક સમય અનુસાર સાંજે 4:10 વાગ્યે આવ્યો હતો જે જમીનની 10 કિલોમીટર (6 માઇલ) ની ઊંડાઈ પર નોંધાયો હતો.
સુનામીની ચેતવણી: આ શક્તિશાળી ભૂકંપ બાદ જાપાને સોમવારે પ્રચંડ સુનામીની ચેતવણી પણ જાહેર કરી હતી, સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષીત સ્થળે સ્થળાંતર કરવાનું અને તેમના ઘરે પાછા ન ફરવા જણાવ્યું હતું, કારણ કે શક્તિશાળી મોજા હજુ પણ ત્રાટકી શકે છે,
લોકોને કરાયા સાવચેત: જાપાનની હવામાન એજન્સીએ સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યા બાદ ઇશિકાવાના દરિયાકિનારે અને નજીકના પ્રાંતોમાં જાપાનના સમુદ્રમાં એક ડઝનથી વધુ શક્તિશાળી ભૂકંપની સૂચના જાહેર કરી હતી. ઈમારતો ધરાશાયી થઈ, આગ ફાટી નીકળી અને સુનામીની ચેતવણીઓ છેક પૂર્વ રશિયા સુધી જાહેર કરવામાં આવી. ભૂકંપને પગલે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન, સોમવારે સાંજે ભૂકંપના આંચકાને પગલે મધ્ય જાપાનના શહેર વાજિમામાં એક પ્રચંડ આગ ફાટી નીકળી હતી, NHK વર્લ્ડના અહેવાલમાં, અને આગના પરિણામે 100 થી વધુ દુકાનો અને મકાનો નાશ પામ્યા હતા. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ઇશિકાવા પ્રાંતના શિકા ન્યુક્લિયર પાવર ફેસિલિટી ખાતે વિસ્ફોટ અને સળગતી ગંધ આવી હતી.
- Japan Earthquake: જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, હવે સુનામીની ચેતવણી
- Israel Hamas war : ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈજિપ્તે મોટો નિર્ણય લીધો