ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાનાનું નિધન - ઈવાનાનું 73 વર્ષની વયે નિધન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની વયે નિધન (Trump ex wife Ivana passes away) થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે માહિતી (Ivana Trump passes away) આપી હતી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાનાનું નિધન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાનાનું નિધન

By

Published : Jul 15, 2022, 6:49 AM IST

ન્યૂયોર્કઃઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની વયે નિધન (Trump ex wife Ivana passes away) થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે માહિતી આપી હતી. ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્કમાં નિધન (passes away Ivana Trump) થયું છે. ઇવાના ટ્રમ્પે 1977માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1992માં તેમના છૂટાછેડા થઈ ગયા. ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ પત્નીના મૃત્યુ વિશે માહિતી આપતા લખ્યું- 'ઈવાના ટ્રમ્પને પ્રેમ કરનારા લોકોને જણાવતા ખૂબ જ દુખ થઈ રહ્યો છું કે, તેમનું ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે.

આ પણ વાંચો:પ્રખ્યાત લેખક ખાલિદ હોસૈનીએ પોતાની ટ્રાન્સજેન્ડર પૂત્રી માટે કહી દીધી મોટી વાત

રેસ્ટ ઇન પીસ ઇવાના: તે એક અદ્ભુત અને સુંદર સ્ત્રી હતી જેણે પ્રેરણાદાયી જીવન (ex wife of former President Trump passes away) જીવ્યું. તેને ઈવાના ટ્રમ્પના ત્રણ બાળકો ડોનાલ્ડ જુનિયર, ઈવાન્કા અને એરિક પર ગર્વ હતો. અમને ઇવાના ટ્રમ્પ પર પણ ગર્વ (Ivana Trump passes away) છે. રેસ્ટ ઇન પીસ ઇવાના.' (Rest in Peace Ivana) ઇવાના ટ્રમ્પના નિધન બાદ ટ્રમ્પ પરિવાર તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, ઇવાના ટ્રમ્પે સામ્યવાદ છોડીને અમેરિકા અપનાવ્યું છે. તેમણે તેમના બાળકોને ધીરજ, કરુણા અને નિશ્ચય વિશે શીખવ્યું. ઈવાના ટ્રમ્પનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જણાવી દઈએ કે, ભૂતપૂર્વ ચેકોસ્લોવાકિયામાં સામ્યવાદી શાસન હેઠળ ઉછર્યું હતું.

આ પણ વાંચો:કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કરી ખંડિત, ઈન્ડીયન એમ્બેસીએ દ્વારા કાર્યવાહીની માંગ

ફેમિલી બિઝનેસમાં મોટી ભૂમિકા: મીડિયા રિપોર્ટ્સમાં તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (Trump ex wife Ivana) કહેવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા બાદ ઈવાના ટ્રમ્પે ફેમિલી બિઝનેસમાં મોટી ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે, ઇવાના ટ્રમ્પ પણ સિગ્નેચર બિલ્ડીંગ, ન્યુ જર્સી અને એટલાન્ટિક સિટીમાં ટ્રમ્પ તાજમહેલ કેસિનો રિસોર્ટ ચલાવવામાં નિમિત્ત છે. તેણીએ તેના પતિ સાથે મળીને ટ્રમ્પ ટાવરના વિકાસમાં ભાગીદારની ભૂમિકા ભજવી હતી.

ABOUT THE AUTHOR

...view details