ગુજરાત

gujarat

ETV Bharat / international

Israel Hamas Conflict : UN માં હમાસ વિરુદ્ધ પ્રસ્તાવ પર રશિયા અને ચીનનો વીટો, ઈઝરાયેલ ગુસ્સે - UN માં હમાસ વિરુદ્ધ પ્રસ્તાવ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા અને ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મધ્ય પૂર્વમાં અમેરિકા દ્વારા સંચાલિત મસૌદા પ્રસ્તાવને વીટો કર્યો હતો. જેના પર ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડને નિરાશા વ્યક્ત કરી હતી.

Israels blasts Russia China
Israels blasts Russia China

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 4:09 PM IST

ન્યૂયોર્ક :UN માં ઈઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને રશિયા અને ચીનની ઘોર આલોચના કરી હતી. રશિયા અને ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મધ્ય પૂર્વ પર અમેરિકા દ્વારા સંચાલિત મસૌદા પ્રસ્તાવને વીટો કર્યો હતો. ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડાને કહ્યું કે, ઇઝરાયેલમાં અમે અમારા અસ્તિત્વ માટે લડી રહ્યા છીએ. જો તમારા કોઈપણ દેશે આવો જ નરસંહાર સહન કર્યો હશે તો મને ખાતરી છે કે તમે ઇઝરાયેલ કરતાં વધુ તાકાત સાથે આંતકવાદનો વિરોધ કરશો.

ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડાને વધુમાં કહ્યું કે, તમારા મનમાં કોઈ પ્રશ્ન નહીં હોય. આવા બર્બર આતંકવાદીઓ સામે વ્યાપક સૈન્ય કાર્યવાહીની જરૂરી છે. મસૌદા પ્રસ્તાવમાં કટ્ટરપંથી પેલેસ્ટિનિયન આંદોલન હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરવામાં આવી હતી. ઉપરાંત બંધકોને મુક્ત કરવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જોકે આ પ્રસ્તાવને 10 દેશ તરફથી સમર્થન મળ્યું હતું. જ્યારે રશિયા, ચીન અને UAE દ્વારા તેના વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું હતું. ટૈસના અનુસાર અન્ય 2 દેશ મતદાનથી દૂર રહ્યા હતા. અગાઉ મંગળવારે રશિયા સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી પ્રતિનિધિ વાસિલી નેબેન્ઝ્યાએ કહ્યું હતું કે, તેમનો દેશ અમેરિકી ઠરાવને સમર્થન આપશે નહીં. તેઓએ વધુમાં કહ્યું કે, તેમાં કોઈ અર્થ દેખાતો નથી કારણ કે, દસ્તાવેજમાં પાર્ટીઓ વચ્ચે તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડાને કહ્યું કે, તેઓ ઠરાવની વિરુદ્ધ મતદાન કરનારાઓના નિર્ણયથી આશ્ચર્યચકિત છે. જે લોકોએ અમેરિકા દ્વારા સંચાલિત મસૌદા પ્રસ્તાવના વિરુધ્ધમાં મતદાન કર્યું હતું તેઓએ વિશ્વને બતાવ્યું છે કે, કાઉન્સિલ ISIS જેવા આતંકવાદીઓની નિંદા કરવાનું સૌથી મૂળભૂત કાર્ય કરવા માટે અસમર્થ છે. આ જઘન્ય અપરાધોનો ભોગ બનેલા લોકોના સ્વ-બચાવના અધિકારની પુષ્ટિ કરી શકાતી નથી.

  1. Israel Hamas War: UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયલના આરોપોને ફગાવ્યા, જાણો શું કહ્યું
  2. Hamas Israel conflict : ઈટલીના પીએમ અને સાયપ્રસના રાષ્ટ્રપતિ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુને મળ્યા, જાણો શું થઇ વાતચિત...

ABOUT THE AUTHOR

...view details