ગુજરાત

gujarat

ETV Bharat / international

Israel Hamas War: હમાસના હવાઈ હુમલા બાદ ઈઝરાયલના નેતન્યાહુએ યુદ્ધની કરી જાહેરાત

હમાસના હવાઈ હુમલામાં કુલ 22 નાગરિકો માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈઝરાયલ વડા પ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી છે. કહ્યું દુશ્મન કિંમત ચૂકવવા રહે તૈયાર.

હમાસના હવાઈ હુમલા બાદ ઈઝરાયલના નેતન્યાહુએ યુદ્ધની કરી જાહેરાત
હમાસના હવાઈ હુમલા બાદ ઈઝરાયલના નેતન્યાહુએ યુદ્ધની કરી જાહેરાત

By PTI

Published : Oct 7, 2023, 7:39 PM IST

યેરુશલેમઃ શનિવાર સવારે ગાઝાના હમાસ આતંકવાદીઓએ ઈઝરાયલ પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં કુલ 22 નાગરિકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના બાદ ઈઝરાયલ દ્વારા યુદ્ધની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નેતન્યાહુએ દુશ્મનોએ આકરી કિંમત ચૂકવવી પડશે તેવું જણાવ્યું છે. અત્યાર સુધીનો હમાસનો આ સૌથી ઘાતક હુમલો મનાઈ રહ્યો છે.

વડા પ્રધાનનો ટેલિવિઝન સંદેશઃ નેતન્યાહુએ એક ટેલિવિઝન સંબોધનમાં દેશવાસીઓને જણાવ્યું કે હવે ઈઝરાયલ યુદ્ધ કરશે, આ કોઈ ઓપરેશન કે અભ્યાસ નથી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ થશે. દુશ્મને આ હુમલાની આકરી કિંમત ચૂકવવી પડશે. મેં સુરક્ષા પ્રધાનો સાથે વાત કરી છે. હમાસના આતંકવાદીઓ જે સમુદાયમાં ઘુસણખોરી કરી છે તે સમુદાયોને સાફ કરવામાં આવશે. સાથે જ મેં મોટાપાયે શસ્ત્ર તેમજ યુદ્ધ સામગ્રી એકત્ર કરવાના આદેશ આપ્યા છે.

શું કહે છે IDF?: ઈઝરાયલ રક્ષા દળ (IDF)નું નિવેદન છે કે હમાસના હુમલાના વળતા જવાબ તરીકે ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ શરૂ કરવામાં આવ્યું છે. IDF ઉમેરે છે કે સવારે 6.30 કલાક બાદ અંદાજિત 2,200થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. લગભગ 7 સ્થળોએ ઈઝરાયલ હમાસના ઘુસણખોરો સાથે લડી રહ્યું છે. હમાસનું વલણ અલ અકસા મસ્જિદ પર આક્રમક્તા વિરુદ્ધ છે. ગાઝા પટ્ટી પર કબ્જો ધરાવતા હમાસ ગ્રૂપના કેપ્ટન દ્વારા દાવો કરાયો છે કે ગાઝાથી ઈઝરાયલ પર હજારો રોકેટ છોડવામાં આવ્યા છે. હમાસે સવારે ઈઝરાયેલ દ્વારા 5000 રોકેટ છોડવામાં આવ્યા હોય તેવું કહેવાયું છે. આ ઓપરેશને અલ અક્સા ફ્લડ નામ આપવામાં આવ્યું હતું.

અલ અક્સા ફલ્ડ ઓપરેશનઃ દક્ષિણી ગેડરોટ ક્ષેત્રે થયેલા હવાઈ હુમલામાં 60 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. ઈઝરાયલ રક્ષા પ્રધાન યોવ ગૈલંટ જણાવે છે કે, IDFના સૈનિકો હમાસ ઘુસણખોરો સાથે લડી રહ્યા છે. હું ઈઝરાયલના દરેક નાગરિકને સુરક્ષા આદેશોનું પાલન કરવા આહવાન કરુ છું. અમે દુશ્મનોને અલ અક્સા મસ્જિદ વિરુદ્ધ પોતાની આક્રામકતા છોડી દેવા જણાવ્યું છે. આ હુમલામાં પેલેસ્ટિયનનો સાથ હમાસને મળ્યો છે. વેસ્ટ બેન્કમાં હમાસના ઉપ પ્રમુખ સાલેહ અલ અરૌરીએ નિવેદન આપ્યું છે કે અરબ દેશો અલ અક્સા ફ્લ્ડ ઓપરેશનમાં જોડાઈ જાય. આ દરમિયાન ઘુસણખોરો સાથેની લડાઈમાં ઓફિર લિબસ્ટિનનું મૃત્યુ થયું છે. જ્યારે તેઓ એક કસ્બાની રક્ષા કરતા હતા ત્યારે લિબસ્ટિનનું મૃત્યુ થયું હતું. તેઓ પ્રાદેશિક પરિષદના પ્રમુખ હતા.

1973ના હુમલાની યાદ તાજી થઈઃ ઈઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીની પાસે રહેતા સ્થાનિકોને પોતાના ઘરમાં અથવા બન્કરમાં રહેવાની સૂચના આપી છે. જો કે સેનાએ સ્થાનિકો અને સૈનિકોના અપહરણના સમાચારને અફવાહ ગણાવી છે. આ હુમલા બાદ ઈઝરાયલ સરકાર વિરોધી પ્રદર્શન કરનારા નાગરિકો અને સરકાર બંને એક થઈ ગયા છે. સેનાની ફરજનો વિરોધ કરનારા સૈનિકોએ સત્વરે ડ્યૂટી અને સેના જોઈન કરી લીધી છે. આજના હુમલાએ 1973ના હુમલાની યાદ અપાવી છે જેમાં ઈઝરાયલના યોમ કિપ્પુર પર હુમલો કરવામાં આવ્યો હતો.

  1. Palestinian Attacks on Israel: ઈઝરાયલ પર પેલેસ્ટાઈને કર્યો હવાઈ હુમલો, 1 નાગરિકનું મૃત્યુ
  2. Palestinian attack on Israel : પેલેસ્ટિનિયન હુમલાખોરોનો ઈઝરાયેલ પર હવાઈ હુમલો, મેયર સહિત 4ના મોત

ABOUT THE AUTHOR

...view details