બગદાદ: ઈરાકની રાજધાની બગદાદ નજીક અમેરિકી હવાઈ હુમલામાં ઈરાકી અર્ધલશ્કરી હશદ શાબી દળના આઠ સભ્યો માર્યા ગયા છે, અને અન્ય ચાર ઘાયલ થયા. હશદ શાબીના એક નિવદેનમાં બુધવારે કહેવામાં આવ્યું હતું કે, વહેલી સવારે 02.30 વાગ્યે અમેરિકાના વિમાને બગદાદના દક્ષિણ જુરફ અલ નસ્ર ક્ષેત્રેમાં હશદ શાબી દળના સ્થળો પર હુમલો કર્યો, જેમાં તેના આઠ લડવૈયા માર્યા ગયા અને અન્ય ચાર ઘાયલ થયા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે આ કૃત્યની સખત નિંદા કરીએ છીએ, જે ઇરાકની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન દર્શાવે છે."
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ: અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાકના અર્ધસૈનિક દળના 8 સૈનિકનું મોત, ઈરાકે કહ્યું અમેરિકાનું કૃત્ય ઇરાકની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન - undefined
ઇરાન સમર્થિત જૂથો દ્વારા અમેરિકા અને ગઠબંધન સામેના હુમલાના જવાબમાં અમેરિકી વિમાનોએ ઈરાકમાં હુમલાઓ કર્યા, ઇસ્લામિક રેઝિસ્ટન્સે યુએસ ગઠબંધન સૈન્ય સ્થળો પર રોકેટ તેમજ ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી છે. મહત્વપૂર્ણ છે કે, અમેરિકી હવાઈ હુમલામાં ઈરાકના અર્ધસૈનિક દળ હશદ શાબી દળના 8 લડવૈયા માર્યા ગયાં છે.
Published : Nov 23, 2023, 11:19 AM IST
ઈરાકે નોંધાવી નારાજગી: એક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, યુએસ સેન્ટ્રલ કમાન્ડના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, યુએસ એરક્રાફ્ટે ઈરાક અને ઈરાન સમર્થિત જૂથો દ્વારા યુએસ અને ગઠબંધન દળો વિરુદ્ધ હુમલાના સીધા જવાબમાં ઈરાકમાં હુમલા કર્યા હતા, સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ઇરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીના મીડિયા કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુએસ એરસ્ટ્રાઇક્સ ગઠબંધનના મિશનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે ઇરાકની ધરતી પર ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડવાનું છે.
અમેરિકા સામે ઈરાકમાં રોષ: નવીનતમ યુએસ અમિરિકી હવાઈ હુમલો ઇરાકી સશસ્ત્ર જૂથ "ઇસ્લામિક રેઝિસ્ટન્સ ઈન ઈરાક, બાદ થયાં, જે ઈરાન સમર્થિત ઈરાકી મિલિશિયા માટે એક મુખ્ય મોરચો છો. જેણે ઈરાક અને સીરિયામાં અમેરિકી નેતૃત્વ વાળી ગઠબંધન સેનાઓના સૈન્ય ઠેકાણાઓ પર રોકેટ અને ડ્રોન હુમલાઓને અંજામ આપવાની જવાબદારી લીધી છે. માનવામા આવે છે કે, સશસ્ત્ર સમૂહના હુમલા ગાઝામાં ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે જવાબી કાર્યવાહીની એક શાખાનો ભાગ છે.