ગુજરાત

gujarat

ETV Bharat / international

British Sikh Intruder Who Wanted To 'kill' Late Queen: રાણી એલિઝાબેથની હત્યાનો ઇરાદો ધરાવતા બ્રિટિશ શીખે રાજદ્રોહનો ગુનો કબૂલ કર્યો

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્રિતીયની 2021 માં નાતાલના દિવસે હત્યા કરવાની યોજના બનાવવા બદલ એક બ્રિટિશ શીખે પોતાના પર લાગેલો દેશદ્રોહનો આરોપ સ્વીકારી લીધો હતો. વિન્ડસર પેલેસના મેદાનમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

British Sikh Intruder Who Wanted To 'kill' Late Queen
British Sikh Intruder Who Wanted To 'kill' Late Queen

By

Published : Feb 4, 2023, 8:25 AM IST

અમદાવાદ: એક બ્રિટિશ શીખે 2021 ના ​​નાતાલના દિવસે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયની હત્યા કરવાની યોજના બનાવવા બદલ શુક્રવારે પોતાના પર લાગેલા રાજદ્રોહના ગુનાને કબુલી લીધો હતો. આરોપી જસવંત સિંહ ચૈલ (21) ની ધરપકડ કર્યા પછી તરત જ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં એવું જોવામાં આવ્યું હતું કે જસવંત સિંહ ચૈલ અમૃતસરમાં 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણીની હત્યા કરવા માંગતો હતો.

રાજદ્રોહ અધિનિયમ હેઠળ ગુનો કબુલ્યો:જસવંત સિંહ ચૈલે લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં બ્રિટનના રાજદ્રોહ અધિનિયમ હેઠળ દોષ કબુલી લીધો હતો. કોર્ટ 31 માર્ચે જસવંત સિંહ ચૈલને સજા સંભળાવશે. તપાસનું નેતૃત્વ કરી રહેલા કમાન્ડર રિચર્ડ સ્મિથે આ ઘટનાને "અત્યંત ગંભીર" ગણાવી હતી અને ઘટના દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા અધિકારીઓની પ્રશંસા કરી હતી. "તેણે ધનુષ અને તીરથી સજ્જ એક માસ્ક પહેરેલા માણસનો સામનો કરવા માટે જબરદસ્ત બહાદુરી બતાવી અને પછી કોઈને નુકસાન પહોંચાડ્યા વિના તેને કસ્ટડીમાં લઈ લીધો," સ્મિથે કહ્યું.

આ પણ વાંચોJo Johnson Resigns: પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ છોડી અદાણી ગ્રુપ કંપની

દેશદ્રોહનો આરોપી: ચૈલ 1981 પછી યુકેમાં દેશદ્રોહ માટે દોષિત ઠરનાર પ્રથમ વ્યક્તિ છે. 21 વર્ષીય ચેલે રાજદ્રોહ અધિનિયમ 1842 હેઠળ સ્વર્ગસ્થ રાણીને મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો કબુલ્યો છે. રાણીનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ 94 વર્ષની વયે અવસાન થયું હતું. 1842 નો રાજદ્રોહ કાયદો અમલમાં આવ્યો જ્યારે એક વ્યક્તિએ રાણી વિક્ટોરિયા પર તેના શાસનના શરૂઆતના વર્ષોમાં પિસ્તોલ લઈને ગોળી મારવાનો પ્રયત્ન કર્યો હતો. અધિકારીઓએ શુક્રવારે કોર્ટને જણાવ્યું કે ચેલે પોલીસ સુરક્ષા અધિકારીને કહ્યું કે હું અહીં રાનીને મારવા આવ્યો છું. ધ ન્યૂ યોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે એવો આરોપ છે કે તેણે ઘણા લોકોને એક વીડિયો મોકલ્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે તે મેજેસ્ટીની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો છે.

આ પણ વાંચોWhat is Hindenburg: અદાણી પર છેતરપિંડીનો આરોપ મૂકતી હિન્ડેનબર્ગ રિસર્ચ શું છે?

જલિયાવાલા બાગ હત્યાકાંડ બદલો લેવાની યોજના: વોઈસ ઓફ અમેરિકા અનુસાર સિંહની યોજના 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયેલા ભારતીયોનો બદલો લેવાની હતી. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે ચેલે કોર્ટમાં તેની સામેના આરોપો સ્વીકારતા કહ્યું કે તે જે કરવા જઈ રહ્યો હતો તેના માટે તેને દિલગીર છે. VOA અનુસાર, એક વીડિયોમાં ચેલે કહ્યું હતું કે તે 1919ના નરસંહારમાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવા માંગે છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર CPS સ્પેશિયલ ક્રાઈમ્સ અને કાઉન્ટર ટેરરિઝમ ડિવિઝનના વડા નિક પ્રાઈસે સમયસર દરમિયાનગીરી કરવા બદલ પોલીસનો આભાર માન્યો હતો. પ્રાઈસે કહ્યું કે આ એક ગંભીર ઘટના છે, પરંતુ સદનસીબે દુર્લભ ઘટના છે. અમે તપાસમાં સામેલ દરેક વ્યક્તિના આભારી છીએ.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details