અમેરિકા:અમેરિકાના કેલિફોર્નિયામાં કોઈ અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 10થી વધુના મોત નીપજ્યાં હતા. અને બીજા અનેક ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ચીનના નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ગોળીબાર:ગઈ કાલે રાત્રે અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ચીનના નવા વર્ષ નિમિત્તે એક કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે 7 માઈલ (11 કિમી) દૂર છે. આ કાર્યક્રમમા રાત્રે 10:00 વાગ્યા બાદ ફાયરિંગની ઘટના બની હતી. આ ગોળીબારમાં ઘણા લોકોને ગોળી વાગી હતી. અને અનેક લોકો આ ગોળીબારમાં ઘાયલ થયા હતા. આ ઘટનામાં અંદાજિત 16 લોકોને ગોળી વાગી હતી જેમાંથી 10ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલ લોકો હાલ સારવાર હેઠળ છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો:ચીનમાં એક અઠવાડિયામાં લગભગ 13,000 કોવિડથી મૃત્યુ થયા છે; 80 ટકા વસ્તી સંક્રમણ
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ:આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ફૂટેજમાં ઇમરજન્સી કર્મચારીઓ ઘટનાસ્થળ પર ઇજાગ્રસ્તોની સારવાર કરતા અને મોટા સંખ્યામાં પોલીસ દેખાઈ રહી છે. એલએ ટાઇમ્સે ઘટનાસ્થળ પાસે રહેલી એક રેસ્ટોરન્ટના માલિકના હવાલાથી કહ્યું કે તેના રેસ્ટોરન્ટમાં શરણ લેનાર લોકોએ તેમને કહ્યું હતું કે વિસ્તારમાં એક મશીનગનવાળો વ્યક્તિ છે. આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવારે રાત્રે બનેલી ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવાલો સંભાળ્યો હતો. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:લોર્ડ રામી રેન્જરે PM મોદી પર હુમલો કરતી નવી શ્રેણી પર BBCની ટીકા કરી
ટાર્ગેટ કિલિંગ: ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. જેમાં 17 વર્ષની માતા અને 6 મહિનાના બાળક સહિત 6 લોકોના મોત નીપજ્યાં હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ ગણાવી છે. તુલારે કાઉન્ટી શેરિફ માઈક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.