ગુજરાત

gujarat

ETV Bharat / international

કેનેડામાં ભારતીય મૂળના કિશોરની છરીના ઘા મારી હત્યા, શંકાસ્પદની ધરપકડ - કેનેડામાં ભારતીય મૂળના કિશોરની છરીના ઘા મારી હત્યા

બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક હાઈસ્કૂલના પાર્કિંગમાં ભારતીય મૂળના એક કિશોરને અન્ય કિશોરે કથિત રીતે છરી મારીને હત્યા કરી (Indian Origin Teen Stabbed To Death) હતી. ભારતીય મૂળની કિશોરીની ઓળખ મહેકપ્રીત સેઠી તરીકે થઈ છે. આ કેસમાં 17 વર્ષના એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

Etv Bharatકેનેડામાં ભારતીય મૂળના કિશોરની છરીના ઘા મારી હત્યા, શંકાસ્પદની ધરપકડ
Etv Bharatકેનેડામાં ભારતીય મૂળના કિશોરની છરીના ઘા મારી હત્યા, શંકાસ્પદની ધરપકડ

By

Published : Nov 24, 2022, 10:52 PM IST

કેનેડા:બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક હાઈસ્કૂલના પાર્કિંગમાં ભારતીય મૂળના એક કિશોરને અન્ય કિશોરે કથિત રીતે છરી મારીને હત્યા કરી (Indian Origin Teen Stabbed To Death) હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય મૂળની કિશોરની ઓળખ મહેકપ્રીત સેઠી તરીકે થઈ છે. મંગળવારે સરેમાં તમનાવીસ સેકન્ડરી સ્કૂલના પાર્કિંગમાં થયેલી લડાઈ બાદ 17 વર્ષના છોકરાને છરો મારવામાં આવ્યો હતો. સમાચાર અનુસાર, સ્કૂલના પ્રિન્સિપાલે મંગળવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી, જોકે તેણે કહ્યું હતું કે ભારતીય મૂળનો કિશોર (18) સ્કૂલનો વિદ્યાર્થી નથી. સમાચારમાં 'ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ'ના સાર્જન્ટ ટિમોથી પિરોટીને ટાંકવામાં આવ્યા છે, 'આ સમયે એવું માનવામાં આવે છે કે શંકાસ્પદ અને સેઠી એકબીજાને ઓળખતા હતા અને આ એક અલગ કેસ છે.'

ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ:17 વર્ષીય શંકાસ્પદની ઓળખ સાક્ષીઓ દ્વારા કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. સરેમાં કેનેડાના નેશનલ પોલીસ ફોર્સના પ્રવક્તા કેપ્ટન વેનેસા મુને જણાવ્યું હતું કે ઘટના બાદ તરત જ પોલીસને બોલાવવામાં આવી હતી. "પોલીસ થોડી મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી અને જીવન બચાવના પગલાં અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું. 'સેઠીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જોકે તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતો.''ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ' એ ઘટનાસ્થળે હાજર શાળાના વિદ્યાર્થીઓને આગળ આવવા અને ઘટના સંબંધિત કોઈપણ માહિતી તેમની સાથે શેર કરવા વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details