લંડનઃબ્રિટન અને અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકોના આયોજન પર પાણી ફરી રહ્યું છે. લંડનમાં મોટી સંખ્યામાં હાઈકમિશન પરસિરની સામે વિરોધ કરનારાઓ એકઠા થયા હતા. જેને પોલીસે ત્યાંથી ખદેડી દીધા હતા. અમેરિકામાં પણ ઈન્ડિયમ એમ્બેસીના પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પહેલા ઉશ્કેરણી જનક પોસ્ટર પહેલા સોશિયલ મીડિયા પર શેર કરાયા હતા.
બ્રિટન-અમેરિકામાં પ્રદર્શનઃતારીખ 8 જુલાઈના રોજ લંડનમાં 40 જેટલા ખાલિસ્તાની સમર્થક એકઠા થયા હતા. જેના હાથમાં પોસ્ટર હતા. ભારતના અધિકારી વિક્રમ દોરઈસ્વામી અને બર્મિંઘમ વાણિજ્ય દૂતાવાસના પ્રમુખ શશાંક વિક્રમના ફોટો લગાવાયા હતા. પણ જે હેતુથી આ લોકો એકઠા થયા હતા. એ આયોજન પર પાણી ફરી વળ્યું હતું.
પોલીસે ફ્લૉપ શૉ કર્યોઃબ્રિટન પોલીસને આ અંગેની જાણકારી આપી દેવાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પરિસરમાં પહોંચી ગયો હતો. સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવા માટે ઓફિસ સુધી પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત જોઈને સમર્થકોએ પગ પાછા વાળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા કટ્ટરપંથીઓના મોત નીપજ્યા છે. ગત જૂન મહિનામાં હરદીપસિંહ નિજ્જરની હત્યા કેનેડામાં કરવામાં આવી હતી. એ સમયથી મામલો ગરમાયો છે. ગુરૂદ્વારાના પાર્કિગમાં એની હત્યા કરવામાં આવી હતી. એમની હત્યા માટે આ બન્ને વ્યક્તિઓને જવાબદાર ગણાવાયા છે. લંડનમાં વિરોધ પ્રદર્શન પહેલા જ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે લંડનમાં સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત કરી હતી. નિજ્જરને ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો પ્રમુખ માનવામાં આવતો હતો.
પોસ્ટરમાં ધમકીઃવિરોધ પ્રદર્શન વખતે જે પોસ્ટર પ્રદર્શિત કરાયા હતા એમા ધમકી આપવામાં આવી હતી. અમેરિકા લંડન તથા કેનેડામાં ભારતીય દૂતાવાસની કચેરી સામે રેલી કાઢવા માટેનું પણ પ્લાનિંગ હતું. બ્રિટનના વિદેશ સચીવ જેમ્સ ક્લેવરલીએ કહ્યું કે, આ રીતે સીધો હુમલો કરવો એ યોગ્ય નથી. આ કોઈ કાળે સ્વીકાર્ય નથી.
- Muslim World League: મુસ્લિમ વર્લ્ડ લીગના સચીવ અલ ઈસ્સા ભારતની મુલાકાત કરશે
- AUSTRALIA: ઑસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના વ્યક્તિએ ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને કેબલ વાયરથી બાંધી પછી જીવતી દફનાવી