દુબઈ:વર્લ્ડ ક્લાઈમેટ કાર્યવાહી સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગયાં છે. દુબઈમાં વડાપ્રધાન મોદીનું આગમન થતાં પ્રવાસી ભારતીય સભ્યોએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીના સ્વાગત માટે એક હોટલની બહાર સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NRI 'મોદી, મોદી'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. તેઓએ ' અબકી બાર મોદી સરકાર' અને 'વંદે માતરમ'ના નારા લગાવ્યા. પીએમ મોદી હોટલની બહાર પ્રવાસી ભારતીયો સાથે હાથ મિલાવતા અને તેમનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. સભ્યોએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને તેમનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે હાજર એક પ્રવાસી ભારતીએ કહ્યું કે, UAEમાં PM મોદીને મળીને તે ખૂબ જ ખુશી થઈ. તેમણે કહ્યું કે, હું 20 વર્ષથી યુએઈમાં રહું છું, પરંતુ આજે એવું લાગ્યું કે જાણે મારું કોઈ આ દેશમાં આવ્યું હોય. તેણે કહ્યું કે, હું જેટલી ખુશી વ્યક્ત કરી રહ્યો છું તેટલી ઓછી છે.
જે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વઘારે છે તે ભારતનો હીરો છે. અન્ય એક પ્રવાસી ભારતીય સભ્યએ પણ પીએમ મોદીનીના આગમન પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, અમે પીએમ મોદીને અહીં જોઈને ખૂબ જ ખુશ છીએ. તેમણે કહ્યું કે અમે આ દિવસને અમારા જીવનમાં ક્યારેય નહીં ભૂલીએ'' - પ્રવાસી ભારતીય
પીએમ મોદીને મળ્યા બાદ આ પ્રવાસી ભારતીય એમ પણ કહ્યું કે, દુનિયાને પીએમ મોદી જેવા નેતાની જરૂર છે. અન્ય એક સભ્યએ પીએમ મોદીને મળવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે અમારી પાસે કહેવા માટે શબ્દો નથી. અમે ખૂબ જ ખુશ છીએ કે પીએમ મોદીએ અમારી સાથે હાથ મિલાવ્યા અને અમારી 'પાઘડી'ના કારણે તેમણે અમને ઓળખ્યા.