વોશિંગ્ટન: રિપ્બલિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની રેસમાં સામેલ નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી સહિત અન્ય પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકી નેતાઓએ હમાસના અપ્રત્યાશિત હુમલામાં સેંકડો લોકોના મૃત્યું બાદ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે. પેલેસ્ટાઈની આતંકવાદી સમૂહ હમાસે શનિવારે દક્ષિણી ઈઝરાયેલમાં અસંખ્ય રોકેટ હુમલાઓ કર્યા, જેમાં ઓછામાં ઓછા 700 જેટલાં લોકોના મૃત્યું નિપજ્યાં છે, અને 2000થી વઘુ લોકો ઘાયલ થયાં છે.
નિક્કી હેલીની પ્રતિક્રિયા: હેલીએ રવિવારે NBC ન્યૂઝને જણાવ્યું હતું કે, હમાસ અને તેનું સમર્થન કરી રહેલી ઈરાન સરકાર 'ઈઝરાયેલનો વિનાશ', 'અમેરિકાનો વિનાશ' એવા સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. આપણે તે યાદ રાખવું પડશે. અમે ઈઝરાયેલની સાથે છે, કારણ કે હમાસ, હિઝબુલ્લા, હૂતી અને ઈરાન સમર્થક આપણને નફરત કરે છે. તેણે કહ્યું કે, 'આપણે યાદ રાખવું પડશે કે, ઈઝરાયેલ સાથે જે પણ થયું તે અમેરિકામાં પણ થઈ શકે છે'. હું આશા કરૂં છું કે, આપણે સૌ કોઈ એકજૂટ છે અને ઈઝરાયેલની સાથે ઉભા છે. કારણ કે, અત્યારે તેને સાચે જ આપણી જરૂરીયાત છે.
હમાસનો વિનાશ કરો: હેલીએ સોશિયલ મીડિયા મંચ 'એક્સ' પર એક પોસ્ટમાં ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂને (હમાસ)નો વિનાશ કરવાનું કહ્યું. હમાસ પેલેસ્ટાઈની ઈસ્લામિક આતંકવાદી સમૂહ છે, જે 2007થી ગાઝા પટ્ટીમાં શાસન ચલાવી રહ્યું છે. ગાઝા પટ્ટીની વસ્તી આશરે 23 લાખ છે. જે ઈઝરાયેલ, મિસ્ર અને ભૂમધ્યસાગર સાથે ઘેરાયેલ 41 કિલોમીટર લાંબો અને 10 કિલોમીટર પહોળો વિસ્તાર છે. તો રિપ્બલિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામાસ્વામી જણાવ્યું હતું કે, ઈઝરાયેલ પર હુમલાથી અમેરિકાને એ શીખામણ મળે છે કે, તેઓ પોતાની સીમાઓની રક્ષાને લઈને બેદરકાર ન થઈ શકે.
હમાસને લઈને અમેરિકાનું વલણ:રામાસ્વામીએ રવિવારે કહ્યું, 'જો તે ત્યાં થઇ શકતું હોય તો અહીં પણ થઈ શકે છે. અત્યારે આપણી સીમાં પૂરી રીતે નબળી છે. દક્ષિણી સીમા પર હાલત ખરાબ છે અને હું કાલે ઉત્તરી સીમા પર ગયો હતો. જો આક્રમણ માટે સંપૂર્ણ રીતે ખુલી છે. હમાસે એવો સમય પસંદ કર્યો, જ્યારે ઈઝરાયેલ સ્થાનિક રાજકારણને લઈને સંપૂર્ણ રીતે વિભાજિત છે. જેવી કે, આપણા દેશની સ્થિતિ છે. યૂએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (USISPF)ના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મુકેશ આઘીએ રવિવારે એક્સ પર લખ્યું 'હું ઈઝરાયેલની સાથે છું' આ પોસ્ટની પૃષ્ઠભૂમિમાં ભારતનો ધ્વજ હતો. જ્યારે ભારતીય-અમેરિકી સમુદાયના નેતા ભારત બરાઈએ હમાસ અને હિઝબુલ્લાને દુનિયાની સૌથઈ બર્બર આતંકવાદી સંગઠન કરાર આપ્યો. તેમણે કહ્યું કે, 'ઈઝારેયલને તેના પર હુમલો' નિર્દોષ ઈઝરાયેલી નાગરિકોની હત્યા, અપહરણ, દુષ્કર્મ અને પ્રતાડના માટે આ કુખ્યાત આતંકવાદી સંગઠનનો વિનાશ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સમગ્ર સભ્ય સમાજે હમાસ અને આવા જ અન્ય બર્બર સંગઠનોની નિંદા કરવી જોઈએ.
ભારતીય-અમેરિકી રાજકારણીઓનો મત:ભારતીય-અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, 'અમેરિકા આ જઘન્ય આતંકવાદી હુમલાઓ વિરૂદ્ધ સંપૂર્ણ રીતે ઈઝરાયેલના લોકો સાથે છે અને પોતાની રક્ષા કરવાના તેના અધિકારને દ્રઢતાથી સમર્થન કરે છે'. એક અન્ય ભારતીય-અમેરિકી સાંસદ ડો. અમી બેરાએ જણાવ્યું હતું કે, 'હવે પહેલાં કરતા વધુ મહત્વપૂર્ણ છે કે, અમેરિકા પોતાની સંપ્રુભુતાની રક્ષા કરવા માટે ઈઝરાયેલના અધિકારનું સમર્થન કરે'.
આ પણ વાંચો
- Israel-Hamas Conflict: ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં 600થી વધુનાં મોત, બંને દેશ વચ્ચે ઉગ્ર થયો તણાવ
- Israel and Hamas War: તબાહીના દ્રશ્યો, શું છે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષની હકીકત, જાણો