ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારત બન્યું શ્રીલંકાનો સહારો, આ બાબતની કરી મદદ...

ગહન આર્થિક અને રાજકીય સંકટનો(Political crisis in Sri Lanka) સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત દરેક રીતે મદદ કરી રહ્યું(India helped Sri Lanka) છે. ભારતે પડોશી દેશને લોન સુવિધા હેઠળ 44,000 ટનથી વધુ યુરિયા પૂરો પાડ્યો(INDIA HANDS 44000 MT OF UREA TO CRISIS HIT SRI LANKA) છે.

ભારત બન્યું શ્રીલંકાનો સહારો
ભારત બન્યું શ્રીલંકાનો સહારો

By

Published : Jul 10, 2022, 9:18 PM IST

કોલંબો : ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 44,000 ટનથી વધુ યુરિયા ધિરાણની લાઇન હેઠળ પ્રદાન(INDIA HANDS 44000 MT OF UREA TO CRISIS HIT SRI LANKA) કર્યું છે. અહીંના ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે, શ્રીલંકાના ખેડૂતો અને ખાદ્ય સુરક્ષાને સમર્થન આપવા માટે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે આ સહાય આપવામાં આવી છે. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે કૃષિ પ્રધાન મહિન્દા અમરાવીરાને મળ્યા હતા અને તેમને 44,000 ટનથી વધુ યુરિયાના આગમન વિશે માહિતી આપી હતી.

ભારતે શ્રીલંકાને કરી મદદ - ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "હાઈ કમિશનર શ્રીલંકાના કૃષિ પ્રધાનને મળ્યા અને તેમને શ્રીલંકાને ક્રેડિટ લાઇન હેઠળ ભારત દ્વારા પૂરા પાડવામાં આવેલ 44,000 ટન યુરિયા વિશે માહિતી આપી છે." ભારત તરફથી મળતી સહાય એ શ્રીલંકાના ખેડૂતો સહિત લોકોને સમર્થન આપવા અને દેશના નાગરિકોની ખાદ્ય સુરક્ષા માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધતાનો સંકેત છે.

ABOUT THE AUTHOR

...view details