ગુજરાત

gujarat

ETV Bharat / international

palestinian ambassador to india adnan abu alhaija: આશા છે કે ભારત હસ્તક્ષેપ કરશે, પેલેસ્ટાઇનમાં બાળકો અને નાગરિકોની હત્યાની નિંદા કરશે: પેલેસ્ટિનિયન રાજદૂત - ભારત અને ઈઝરાયેલ

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે. ત્યારે ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહૈજાએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું આશા રાખું છું કે ભારત બંને પક્ષોને સમાન દ્રષ્ટિકોણથી જોશે અને બાળકો અને નિર્દોષ નાગરિકોની હત્યાની નિંદા કરશે, જેમને આપણે દરરોજ મરતા જોઈ રહ્યા છીએ, તેની હત્યાની નિંદા કરશે. અમે હજુ પણ આશા રાખીએ છીએ કે ભારત હસ્તક્ષેપ કરશે, યુદ્ધવિરામનું આહ્વાન કરશે અને હત્યાઓની નિંદા કરશે. ETV ભારતના વરિષ્ઠ સંવાદદાતા સૌરભ શર્માને આપેલો સંપૂર્ણ ઇન્ટરવ્યુ વાંચો.

palestinian ambassador to india adnan abu alhaija
palestinian ambassador to india adnan abu alhaija

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 7:10 AM IST

પ્રશ્ન: યુદ્ધ વિશે આપનું વર્તમાન અવલોકન શું છે ?

જવાબ: અમે હવે આ યુદ્ધના પાંચમા સપ્તાહમાં છીએ. પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. મને નથી લાગતું કે, આ પ્રકારનો ઘેરાવ અમે પહેલાં ક્યારેય જોયો હોય. મને ખબર નથી કે નાઝીઓની લેનિનગ્રાદ દરમિયાન પણ આવું જ હતું. તેમની સ્થિતિ પેલેસ્ટાઈનીઓ કરતા ઘણી સારી હતી. આજે લગભગ 2.2 મિલિયન પેલેસ્ટાઈનીઓ પાણી, ઈંધણ અને ઓક્સિજન વિના જીવી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે, અમેરિકા અન્ય સંસ્થાનવાદી દેશો સાથે મળીને ઈઝરાયેલના આ બધા ગુનાઓ પર ઢાંકપિછોડો કરી રહ્યું છે. ઇઝરાયેલીઓ હવે શરણાર્થીઓના આશ્રયસ્થાનો અને હોસ્પિટલો પર બોમ્બમારો કરી રહ્યા છે. પરિસ્થિતિ બર્બર છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ હમાસ પર હુમલો કરી રહ્યા છે.

પ્રશ્ન: તમે નવી દિલ્હીની પ્રતિક્રિયા કેવી રીતે જુઓ છો? સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ ભારતે શાંતિપૂર્ણ યુદ્ધવિરામના પ્રસ્તાવથી પણ પોતાને દૂર રાખ્યું હતું.

જવાબઃ અત્યાર સુધી હું અપેક્ષા રાખતો હતો કે ઓછામાં ઓછું ભારત તો યુદ્ધવિરામનું આહ્વાન કરશે. તેમણે હમાસની નિંદા કરી છે અને યુએનજીએમાં ભાગ લીધો નથી. 10,000 થી વધુ લોકો પહેલાથી જ મૃત્યુ પામ્યા છે. ઈઝરાયેલીઓએ ઈમારતો અને હોસ્પિટલો પર હુમલો કર્યો ત્યારે હજારો લોકો માર્યા ગયા. હજુ પણ હજારો લોકો કાટમાળ નીચે ફસાયેલા છે અને તેમને બચાવવા માટે અમારી પાસે સાધનો પણ નથી.

પ્રશ્ન: શું તમને લાગે છે કે આવનારા દિવસોમાં નવી દિલ્હી શાંતિદૂત તરીકે ઉભરી શકે છે?

જવાબ: મને એવી આશા છે. આ યુદ્ધની શરૂઆત બાદ મેં તેમને ઘણી વખત બોલાવ્યાં છે. તે ભારત માટે સારૂ છે કે, જો તે વાટાઘાટકાર તરીકે કાર્ય કરી શખે, ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો અત્યંત મહત્વપૂર્ણ દેશ છે., અને અહીં એક આદરણીય વડા પ્રધાન છે. હું આશા રાખું છું કે તેઓ (ભારત) બંને પક્ષોને સમાન દ્રષ્ટિકોણથી જોશે અને બાળકો અને નિર્દોષ નાગરિકોની હત્યાઓની નિંદા કરશે જે આપણે દરરોજ જોઈએ છીએ. ઇઝરાયેલ હમાસ સામે લડી રહ્યું નથી, કેમ કે, તે પેલેસ્ટિનિયનો, પ્રમાણિક લોકો અને નાગરિકોને મારી રહ્યા છે.

ઇઝરાયેલ દાયકાઓથી આવું કરી રહ્યું છે. અમે હમાસના એક પણ સૈનિકને હૉસ્પિટલમાં આવતા જોયા નથી, અમે માત્ર બાળકો, મહિલાઓ અને નિર્દોષ લોકોને હૉસ્પિટલમાં આવતા જોયા છે. અમે હજુ પણ આશા રાખીએ છીએ કે ભારત હસ્તક્ષેપ કરશે, યુદ્ધવિરામનું આહ્વાન કરશે અને પ્રામાણિક લોકોની હત્યાઓની નિંદા કરશે.

પ્રશ્ન: ખરેખર આ યુદ્ધની શરૂઆત ક્યાં કારણોસર થઈ?

જવાબ: આના ઘણા કારણો છે અને તે માત્ર 7 ઓક્ટોબરનો દિવસ નથી, મુખ્ય કારણો તે સમસ્યાઓ છે જેનો પેલેસ્ટિનિયનો 75 વર્ષથી અને વેસ્ટ બેંક અને ગાઝા 56 વર્ષથી સામનો કરી રહ્યું છે, અમે શાંતિ માટે ઇઝરાયલ સાથે વિકાસિત થયાં છે, અને સમજૂતિઓ પર હસ્તાક્ષરો કર્યા છે. અમે તેમની સાથે 1993માં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા (ઓસ્લો એકોર્ડ્સ) અમે યિત્ઝાક રાબિન સાથે જે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, તે મુજબ, પેલેસ્ટિનિયન સ્વતંત્ર રાજ્ય 1999 માં અસ્તિત્વમાં આવવું જોઈતુ હતું, પરંતુ વર્તમાન સરકાર અને ઉગ્રવાદીઓના નેતાઓએ રાબિનની હત્યા કરી. ત્યારથી, તેઓ પેલેસ્ટિનિયન જમીન કબજે કરીને, વધુ વસાહતો બાંધીને, વધુને વધુ વસાહતીઓ લાવી અને પેલેસ્ટિનિયન નાગરિકો પર હુમલાઓ કરીને ઓસ્લો કરાર અને બે-રાજ્ય સમાધાનનો નાશ કરી રહ્યાં છે.

અને હું આપને જણાવી દઉં કે, તે કરાર મુજબ વેસ્ટ બેંકને ત્રણ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યો હતો. ઝોન A શહેર છે, ઝોન B નગર છે, અને ઝોન C વચ્ચે ઇઝરાયેલીઓ ઝોન Cને 100% પર નિયંત્રિત કરે છે. જે પશ્ચિમ કાંઠાના 61% છે. અમે તે વિસ્તારમાં કોઈ રૂમ બનાવી શકતા નથી અને જો તમે કંઈક બનાવશો તો તેઓ તમને પરવાનગી આપશે નહીં અને તેને તોડી પાડશે. ઉગ્રવાદી અવારનવાર સામાન્ય પેલેસ્ટાઈનીઓ પર હુમલો કરે છે અને તે એક આદર્શ બની ગયું છે, હવે આ બધુ બંધ થવું જોઈએ.

પ્રશ્નઃ અમેરિકાના ટોચના નેતા 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ અને મધ્ય પૂર્વની મુલાકાત કરી રહ્યાં છે. અમેરિકી સેક્રેટરી જનરલ એન્ટોની બ્લિંકને પણ ગઈકાલે વેસ્ટ બેંકની મુલાકાત લીધી હતી અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ યુદ્ધ કઈ તરફ જઈ રહ્યું છે?

જવાબ: મને લાગે છે કે આ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા મુખ્ય ભાગીદાર છે. બ્લિંકનની આ મુલાકાત માત્ર ઈઝરાયલીઓના ગુનાઓને ઢાંકવા માટે છે. તેઓ યુદ્ધવિરામની પણ વિરુદ્ધ છે કારણ કે તેઓ યુરોપના ભૂતપૂર્વ વસાહતી દેશો સાથેના આ યુદ્ધમાં મુખ્ય સહભાગી છે.

પ્રશ્ન: પ્રદેશમાં ગેર રાજ્ય તત્વોના મહત્વને અવગણી શકાય નહીં. અમે ઈરાન અને હિઝબુલ્લાના નિવેદનો સાંભળી રહ્યા છીએ. આપ પેલેસ્ટાઈનનું ભવિષ્ય ક્યાં જોઈ રહ્યાં છે ? શું આ યુદ્ધ આ વિસ્તારમાં વધુ મુશ્કેલીઓ ફેલાવી શકે છે?

જવાબ: મને ખબર નથી. હું ઈરાની કે હિઝબુલ્લાહ નથી. જે તમે પણ વાંચો છો, હું પણ એ જ વાંચું છું. અમે હસન નસરાલ્લાહ અને ઈરાનીઓના નિવેદનો પણ સાંભળ્યા છે. અમે આ યુદ્ધને લંબાવવાનું વિચારી રહ્યા નથી અને અમે યુદ્ધવિરામની આશા રાખીએ છીએ. અમે અમારા પ્રામાણિક લોકોની સુરક્ષા કરવા માંગીએ છીએ. યુદ્ધ પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ છે, હમાસ વિરુદ્ધ નથી. અમે હમાસના સૈનિકોને મરતા કે હોસ્પિટલમાં દાખલ થતા જોયા નથી. આ યુદ્ધનો પ્રથમ ભોગ નાગરિકો છે.

પ્રશ્ન: શું બે-રાજ્ય સમાધાન હજી પણ એક વ્યવહાર્ય વિકલ્પ છે?

જવાબ: આ સૌથી વ્યવહારુ ઉકેલ છે. પરંતુ અમે માત્ર બે રાજ્યોના ઉકેલની વાત નથી કરી રહ્યા. હું આપને યાદ કરાવી દઉં કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પેલેસ્ટાઈન ટનલ અને પુલ દ્વારા જોડાયેલા 14 શહેરો હતા. આ પેલેસ્ટાઈન રાજ્ય છે. પરંતુ અમે જે શોધી રહ્યા છીએ તે 1967ની જમીન પર પેલેસ્ટાઈનનું રાજ્ય છે, જેની રાજધાની પૂર્વ જેરુસલેમ છે.

પ્રશ્ન: ઈઝરાયેલ પહેલાથી જ આરબ દેશો સાથે સંબંધો વિકસાવી ચૂક્યું છે, પછી ભલે તે અબ્રાહમ સમજૂતી હોય કે પછી અફવાઓ હોય કે સાઉદી-ઈઝરાયેલ શાંતિ સોદો થવાનો હતો, અને પછી તે 7 ઓક્ટોબરના રોજ થયું. શું તમને નથી લાગતું કે હમાસ દ્વારા સંબંધોને સામાન્ય થતા રોકવાનો આ પ્રયાસ હતો?

જવાબ: મને એવું નથી લાગતું. હમાસે જે કર્યું છે તેની તૈયારી માટે ઘણો લાંબો સમય જરૂરી છે. અને સાઉદી અને ઇઝરાયેલ વચ્ચે જે ડીલ વિશે આપણે સાંભળી રહ્યા છીએ તે સંપૂર્ણપણે નવી છે. તદુપરાંત, તે એક મજાક છે કારણ કે, તેને 7 ઓક્ટોબરના સંબંધોના સામાન્યકરણ સાથે જોડી શકાતું નથી. સાઉદી અરેબિયા, આરબ ઇનિશિયેટિવ ફોર પીસના માલિક હોવાને કારણે, મને આશા છે કે જો તેઓ ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા ઇચ્છે છે, તો તેઓ પેલેસ્ટિનિયન મુદ્દાના વાસ્તવિક ઉકેલ માટે આગ્રહ કરશે. ઇઝરાયલીઓ આરબ દેશો સાથે કરારો કરી રહ્યા છે પરંતુ વાત એ છે કે તેઓ ગાઝા, વેસ્ટ બેંક, હાઈફા અને અન્ય ભાગોમાં રહેતા પેલેસ્ટિનિયનોની અવગણના કરી રહ્યા છે. જ્યાં સુધી પેલેસ્ટિનિયન લોકોને તેમના અધિકારો નહીં મળે અને સામાજિક-આર્થિક અને રાજકીય સુરક્ષા નહીં મળે ત્યાં સુધી પશ્ચિમ એશિયામાં કોઈ સુરક્ષા નહીં હોય. અમે હવે કંટાળી ગયા છીએ અને શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ.

પ્રશ્ન: પરંતુ શું તમને નથી લાગતું કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાથી પેલેસ્ટાઈનનો મુદ્દો અટકી ગયો છે?

જવાબ: પેલેસ્ટાઈનનો મુદ્દો પેલેસ્ટિનિયન લોકોનો છે. હમાસ પેલેસ્ટિનિયન લોકો નથી, તે પેલેસ્ટિનિયન લોકોનો એક ભાગ છે. અને, મને લાગે છે કે વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે જોયું છે કે, ગાઝામાં અમારા લોકો 17 વર્ષથી ઘેરાબંધી હેઠળ જીવી રહ્યા છે. તેઓ હાલી-ચાલી શકતા નથી, સ્વતંત્રતા અનુભવી શકતા નથી અને અત્યંત ગરીબી છે. અમે હવે અંતિમ ઉકેલ ઈચ્છીએ છીએ.

જો તેઓ વિચારે છે કે પેલેસ્ટિનિયનો સફેદ ધ્વજ ઉઠાવશે, તો તેમને ખબર નથી કે, પેલેસ્ટિનિયન લોકોનો સ્વભાવ કેવો છે, અને જો તેઓ વિચારે છે કે અમે 1948 ની ભૂલ કરીશું અને ગાઝા અને વેસ્ટ બેંકથી શરણાર્થી બની જાશે, તો તેઓ પેલેસ્ટિનિયનોના સ્વભાવને પણ જાણતા નથી. અમે પેલેસ્ટિનિયનો અમારી જમીનના છીએ અને અમે ત્યાં જ જીવીશું અને મરીશું.

પ્રશ્ન: શું હવે આ યુદ્ધ પેલેસ્ટિનિયન મુદ્દાનો અંતિમ ઉકેલ લાવી શકશે?

જવાબ: જો નહીં, તો આ છેલ્લું યુદ્ધ નથી. આ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય જવાબદાર છે.

  1. Israel-Hamas War: ઈઝરાયલ-હમાસ યુદ્ધને એક મહિનો પૂરો થયો, યુદ્ધ હજુ વધુ ભયાવહ થઈ શકે છે !!!
  2. Palestinian Gaza Conflict: હમાસે ગાઝાથી ઈઝરાયેલના સૌથી દૂરના વિસ્તાર પર કર્યા રોકેટ હુમલા

ABOUT THE AUTHOR

...view details