જકાર્તા (ઇન્ડોનેશિયા): ઇન્ડોનેશિયામાં જકાર્તા ઇસ્લામિક સેન્ટરની મસ્જિદનો વિશાળ ગુંબજ બુધવારે ભીષણ આગને કારણે તૂટી પડ્યો હતો. (Giant dome of Jakarta)ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, "કોઈ જાનહાનિ થઈ નથી." જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે ગુંબજમાં આગ લાગી ત્યારે તેના રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું હતું. ઇન્ડોનેશિયાના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યાના થોડા સમય બાદ આગની જાણ અગ્નિશામકોને કરવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછા દસ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા.
જકાર્તા ઇસ્લામિક સેન્ટરની મસ્જિદનો વિશાળ ગુંબજ આગને કારણે ધરાશાયી થયો - ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટરની મસ્જિદનો વિશાળ ગુંબજ બુધવારે ભીષણ આગને કારણે તૂટી પડ્યો હતો. (Giant dome of Jakarta)ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, મસ્જિદનો ગુંબજ ભીષણ આગને કારણે તૂટી પડ્યો હતો.

રિસ્ટોરેશનનું કામ:વિડિયો ફૂટેજમાં મસ્જિદ તૂટી પડતા પહેલા ગુંબજમાંથી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મીડિયા અહેવાલો સૂચવે છે કે તે સમયે ઇસ્લામિક સેન્ટરનું નવીનીકરણ ચાલી રહ્યું હતું. આગ કે પછી પડવાથી કોઈ જાનહાની થઈ ન હતી.
સમારકામ દરમિયાન આગ: ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે અને બિલ્ડિંગમાં કામ કરનારા કોન્ટ્રાક્ટરોની પૂછપરછ ચાલુ રાખી રહી છે. મસ્જિદ ઉપરાંત, ઇસ્લામિક સેન્ટર સંકુલમાં શૈક્ષણિક, વ્યાપારી અને સંશોધન સુવિધાઓ પણ છે. ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, મસ્જિદના ગુંબજમાં છેલ્લી વખત સમારકામ દરમિયાન આગ લાગી હતી તે લગભગ 20 વર્ષ પહેલા છે. પછી એટલે કે ઓક્ટોબર 2002ની આગને બુઝાવવામાં પાંચ કલાક લાગ્યા.