તેલ અવીવઃ ઈઝરાયલ એર ફોર્સ જણાવે છે કે હમાસ એર ફોર્સનો હેડ મુરાદ અબુ મુરાદ માર્યો ગયો છે. ગાઝા પટ્ટીના હમાસ હેડક્વાર્ટર પર ઈઝરાયલે કરેલ હુમલામાં આ હમાસ સંગઠનનો પ્રમુખ માર્યો ગયો છે. હમાસના પ્રમુખે ઈઝરાયલમાં અનેક આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો.
હમાસના આતંકવાદી સ્થળોનો નાશઃ હમાસ કમાન્ડો ફોર્સ જ્યાં શરણ લેતી હતી તેવા ડઝનેક સ્થળોનો ઈઝરાયલે એરસ્ટ્રાઈકમાં નાશ કર્યો છે. ઓક્ટોબર 7ના રોજથી શરુ થયેલા હમાસ હુમલામાં આ કમાન્ડો ફોર્સે અનેક હુમલા કર્યા હતા. હમાસ આતંકવાદી સંગઠન વિરુદ્ધ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અને ઈઝરાયલ એર ફોર્સ હુમલા ચાલુ રાખશે.
એક્સ પોસ્ટ કરીઃ ઈઝરાયલ એર ફોર્સે પોતાના એક્સ હેન્ડલમાં પોસ્ટ કરીને માહિતી આપી છે કે ગઈ રાત્રે આઈએએફ ફાઈટર જેટ દ્વારા ગાઝા સ્ટ્રીપમાં અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ગાઝા સ્ટ્રીપમાં હમાસ આતંકવાદનું મુખ્ય હેડક્વાર્ટર નુખબામાં હતું તેના પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. એક્સ હેન્ડલમાં ઈઝરાયલે બીજી પોસ્ટમાં જણાવ્યું કે ઈઝરાયલી સૈનિકોએ લેબનોનના એક આતંકવાદી સેલનું ઠેકાણું ઓળખી કાઢ્યું હતું. આ આતંકવાદી સેલને ટારગેટ કરીને ઈઝરાયલ એર ફોર્સે અનેક હમાસ આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ગાઝામાં નાગરિકોને ચેતવણીઃ ઈઝરાયલ હમાસ યુદ્ધની તાજી સ્થિતિનું વર્ણન કરતા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા લેફટનન્ટ કર્નલ જોનાથન કોનરિસસે શનિવારે ગાઝાના દક્ષિણમાં રહેતા નાગરિકોને ઈઝરાયલ સેનાએ વોર્નિંગ આપી હતી.
પેલેસ્ટિયન નાગરિકોનું જવાબદારી પૂર્વકનું વર્તનઃ પેલેસ્ટિયન નાગરિકો મોટી સંખ્યામાં દક્ષિણ તરફ મૂવમેન્ટ કરતા જણાયા હતા. નાગરિકોએ ઈઝરાયલની ચેતવણી મુજબ વર્તન કર્યુ હતું. પેલેસ્ટિયન નાગરિકોએ ખતરાવાળા સ્થળો છોડી દીધા હતા. તેમણે પોતાના કુટુંબ માટે યોગ્ય પગલું ભર્યુ હતું. શુક્રવારે ઈઝરાયલ મિલિટરીએ ગાઝા સિટીમાંથી સ્થળાંતરણ કરવા કહ્યું હતું.
- Israli ground attack looms: ઉત્તર ગાઝામાંથી મોટા પ્રમાણમાં પેલેસ્ટાઈનીઓનું પલાયન, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આઠમાં દિવસે પણ સ્થિતિ વધુ તણાવ ભરી
- Operation Ajay: ઈઝરાયેલથી બીજી બેચમાં 235 ભારતીયો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા